મહેસાણામાં પ્રેમ લગ્નના એક જ વર્ષમાં યુવતીનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: એક વર્ષ પૂર્વે ગજાનંદ સોસાયટીમા જ રહેતા યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીએ મંગળવારે કોઇ કારણોસર ગળેટૂંપો ખાઇ આપઘાત કર્યાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે. સાંઇબાબા મંદિરની નજીક આવેલ ગજાનંદ સોસાયટીમા રહેતી પાયલને નજીકમા રહેતા મોન્ટુ સાથે પ્રેમ સંબંધ બંધાતા એક વર્ષ પૂર્વે તેમને પ્રેમલગ્ન કર્યા હતા.

 

આપઘાતના કારણ અંગે રહસ્ય, પોલીસ તપાસ શરૂ

 

મંગળવારે સવારે મોન્ટુ બહાર ગયો હતો. જ્યારે તેની માતા રસોઇકામે ગઇ હતી. ઘરમાં એકલી પડેલી 20 વર્ષની પાયલે કોઇ અગમ્ય કારણોસર મકાનના મુખ્ય રૂમના પંખા પર દુપટ્ટાવડે ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો. બપોરે 1.30 કલાકે જમવા ઘરે પહોચેલા મોન્ટુએ દરવાજો ખોલતા જ પત્નીને પંખે લટકતી જોઇ ચોંકી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. શહેર પોલીસે લાશનું પીએમ કરાવી અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...