જીએસટીના વિરોધમાં મહેસાણામાં કાપડ બજાર બે દિવસ બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
મહેસાણા: ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં મહેસાણા શહેરમાં કાપડ વેપારીઓ આજથી બે દિવસ બંધ પાળશે.મંગળવારે બપોરે વેપારીઓની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને જીએસટીના વિરોધમાં તમામ વેપારીઓ દુકાનો બંધ રાખવાનો સૂર પૂરાવ્યો હતો.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં કાપડને આવરી લેવાતા કાપડ બજારના વેપારીઓમાં નારાજગી પ્રસરી છે. જેમાં દેશવ્યાપી બંધના એલાનમાં મહેસાણાના કાપડ બજારના વેપારીઓ બુધવારથી બે દિવસ જોડાઇને જીએસટીનો વિરોધ કરશે. મંગળવારે બપોરે 3 વાગ્યે પીલાજીગંજમાં વેપારીઓની જનરલ મિટિંગ મળી હતી.જેમાં બુધવારે અને ગુરુવારે કાપડ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

એસોસિયેશશનમાં 70 વેપારીઓ છે અને આ સિવાય કાપડ બજારમાં 100 જેટલા વેપારીઓ હોઇ તેઓ પણ એસો.ના સમર્થનમાં રહીને બંધમાં જોડાશે.કાપડ બજાર એસો.ના મંત્રી નંદલાલ શાહે જણાવ્યુ હતું કે, જીએસટીના વિરોધમાં બુધવારથી બે દિવસ શહેરમાં કાપડ બજારના તમામ વેપારીઓ દુકાનો બંધ રાખશે.બુધવારે તોરણવાળી માતાના ચોકમાં એકઠા થઈ વેપારીઓ કલેકટરને આવેદનપત્ર અાપવામાં આવશે.જીએસટીના વિરોધમાં બે દિવસ કાપડ બજારના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે.

વિસનગરમાં GSTના વિરોધમાં 85 દુકાનો બંધ રહી

કેન્દ્ર સરકાર દ્વારા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ અમલી બનાવવામાં કાપડ પર લગાવાયેલ ટેક્સના વિરોધમાં ટેક્ષટાઇલ માર્કેટ દ્વારા અપાયેલ ત્રણ દિવસના બંધમાં વિસનગર કાપડ મહાજન પણ જોડાયું હતું જેના પગલે મંગળવારના રોજ શહેરની કાપડની તમામ દુકાનો બંધ રહી હતી.વિસનગર કાપડ મહાજન દ્વારા પણ બંધ રાખવામાં આવ્યું છે જેમાં વિસનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ 85 દુકાનો બંધ રહેવા પામી હતી જે બુધવાર અને ગુરૂવાર પણ બંધ રહેશે. આ અંગે કાપડ મહાજનના પ્રમુખ કિર્તીભાઇ જે.પટેલે જણાવ્યું હતું કે અગાઉ તમામ પ્રકારના કાપડ ઉપર  કોઇ પણ પ્રકારનો ટેક્ષ ન હતો જ્યારે જીએસટીમાં કાપડ ઉપર પાંચ ટકા ટેક્ષ લગાવવામાં આવ્યો છે જેના વિરોધમાં ટેક્ષટાઇલ ઉદ્યોગે બંધ આપ્યો છે જેનો અમારા વિસનગર કાપડ મહાજને સામૂહિક નિર્ણય લઇ ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...