મેડિકલ માટે બે એક્ઝામના ટેન્શનમાંથી મુક્તિ, હવે નીટ પર ફોકસ કરીશું : છાત્રો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરવામાં આવતાં અને પેરામેડિકલ માટે ગુજસેટમાંથી મુક્તિ મળતાં વિદ્યાર્થીઓને એક સાથે બે પરીક્ષા તૈયારીનું ભારણ દૂર થયું  છે. હવે મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદિક, હોમિયોપેથીમાં નીટના આધારે પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવાતાં મહેસાણામાં સાયન્સના છાત્રો કહે છે કે, એક જ એકઝામ પર ફોક્સ કરવાનું રહ્યું. જોકે એક પરીક્ષાનું ભારણ ઘટ્યું જરૂર છે, પણ નીટ (નેશનલ એપ્ટીટ્યુટ ટેસ્ટ) હોઇ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને મેડિકલ પ્રવેશ માટે આ પરીક્ષા તૈયારીમાં વધુ મહેનત કરવી પડશે. વિષય તજજ્ઞો કહે છે, એનઆરઆઇ અને મેનેજમેન્ટ ક્વોટાના મેડિકલમાં પ્રવેશ પણ નીટ મેરિટ આધારે થવાં જોઇએ.
 
એક પરીક્ષાનો ફાયદો થયો પણ, સેન્ટ્રલ સીલેબસમાં વધુ મહેનત કરવી પડશે
^નીટનો સેન્ટ્રલ બોર્ડનો અભ્યાસક્રમ છે. સેન્ટ્રલ અને ગુજરાત શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમમાં થોડો ફેર છે. સેન્ટ્રલમાં વિષયનું ઉંડાણ વધુ છે. સ્પર્ધામાં ગુજરાત બોર્ડના છાત્રોએ મહેનત કરવી પડશે. નીટથી અન્ય રાજયની મેડિકલ કોલેજમાં ગુજરાતના રેન્કરોને પ્રવેશની તક મળશે. બે પરીક્ષાના બદલે હવે એક જ પરીક્ષાથી તૈયારી વિદ્યાર્થીને અનુકૂળ રહેશે. પ્રોરેટા પ્રમાણે એડમિશન અપાય તો
ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે.  > ર્ડા.પીનાકીન ત્રિવેદી, પ્રિ.મહેસાણા હોમિયોપેથી કોલેજ અને ડીન મેડિકલ ફેકલ્ટી, ઉ.ગુ. યુનિવર્સિટી

અેક પરીક્ષામાં તૈયારી સારી રીતે કરી શકાશે
^હવે નીટ જ તૈયારી રહેશે, પેરામેડિકલમાં  પ્રવેશ માટે ગુજસેટ રદ થઇ તે નિર્ણય સારો છે. પ્રોરેટામાં વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે મેડિકલમાં બેઠકો ફાળવાય તો સારૂ. 
> શ્રુતિ મિત્તલ, વિદ્યાર્થિની
 
ભારણ ઘટ્યું, લાઇન નક્કી કરી શકાશે
^એક  પરીક્ષા રહેતાં ભારણ ઘટયું, તૈયારીમાં પૂરતો સમય મળી રહે. નીટ નેશનલ એક્ઝામ છે. ધો.12 પછી લાઇન નક્કી કરી શકાશે. 
> રૂચિ લિમ્બાચિયા, વિદ્યાર્થિની

નીટમાં સારા સ્કોરથી મેડિકલમાં તકો વધી
^ધોરણ 12 સાયન્સમાં બોર્ડ પરીક્ષામાં ઓછા માકર્સ આવે તો પણ નીટમાં વધુ મહેનતથી વધુ સ્કોર કરી મેડિકલમાં તક મેળવી શકાય. હવે બે એકઝામનું ભારણ રહેશે નહીં. ધો.12માં ઓછા માર્કસ આવ્યા હોય તેમને ગુજસેટમાં વધુ માર્કસથી પેરામેડિકલમાં તક રહેતી. હવે પેરામેડિકલમાં પ્રવેશ માટે ગુજસેટ રદ કરાયું તેથી ઓછા સ્કોરમાં છાત્રોને પ્રવેશમાં ચાન્સ ઓછો રહે. 
> રીયા મોદી, વિદ્યાર્થિની
અન્ય સમાચારો પણ છે...