તાપમાન ઘટ્યું પણ હીટવેવ યથાવત્ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી પાર કરીને 43 ડિગ્રીથી પણ ઊંચે પહોંચી ગયો હતો. હવામાન વિભાગે બુધવારે ઉત્તર ગુજરાતમાં 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને બપોરના સમયે બહાર ન નિકળવા સહિત હીટસ્ટ્રોકથી બચવા જણાવ્યું હતું, જેની અસર હજુ પણ ચાલું જ છે. ગુરુવારે ડીસામાં મહત્તમ તાપમાન 39.7 અને લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે મહેસાણામાં પણ મહત્તમ 39.5 તથા લઘુત્તમ 23 ડિગ્રી જેટલું તાપમાન રહેતાં લોકો અકળાયા હતા.

ઓરેન્જ એલર્ટ એટલે શું?
કોઈપણ ઈમરજન્સી માટે વિવિધ પ્રકારના એલર્ટ જારી કરાતા હોય છે તે મુજબ વાતાવરણ માટે પણ યલો (40 ડિગ્રીથી ઉપર), ઓરેન્જ (42થી 44) અને રેડ (44 ડિગ્રીથી ઉપર) એલર્ટ જાહેર કરવામાં આવે છે. એલર્ટ જાહેર કરવાનો મતલબ તંત્રએ લોકોમાં હીટસ્ટ્રોકથી બચવા અંગે સમજ કેળવવી, હોસ્પિટલ વગેરે સ્થળે હીટવેવની અસરવાળા લોકોની સારવાર વગેરેની તૈયારી રાખવી અને જાહેર જનતાએ પણ હીટસ્ટ્રોકથી બચવા સાવચેત રહેવું.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો