તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની કર્વે સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને વગરવાંકે સોટીથી ઝુડી નાખ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાની કર્વે હાઈસ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને સોમવારે સાંજે શિક્ષકે સામાન્ય બાબતે સોટીથી માર મારતાં આંગળીએ ફ્રેક્ચર થયું હતું. વિદ્યાર્થીના નિવેદનના આધારે એ ડિવિઝન પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.
લાખવડ ગામનો વતની અને મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં આદ્યશક્તિ સોસાયટીમાં મોટા બાપાના ઘરે રહીને અભ્યાસ કરતો હર્ષદ પ્રકાશકુમાર પટેલ શહેરની વી.આર.કર્વે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. સોમવારે શાળામાં સાંજના 4-15ની રિશેષમાં તે મિત્રો સાથે પટાંગણમાં બેઠો હતો. દરમિયાન નજીકના વૃક્ષ પાછળ કોઈ વિદ્યાર્થી જોક્સ કહીં રહ્યો હોઈ હર્ષદે તેની આગળ ઊભેલા મિત્રોને સાઈડમાં રહેવા કહ્યું હતું.

એટલામાં હાથમાં સોટી લઈને અહીં આવી પહોંચેલા શાળાના શિક્ષક નરેશભાઈ પ્રજાપતિ તેની પર તૂટી પડ્યા હતા. હર્ષદે મારો શું વાંક છે એવું પૂછતાં શિક્ષક વધુ રોષથી તેને મારવા લાગ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષકે સોટીઓ મારી હતી એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ નોંધાવાઈ છે.
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...