તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશપુરા પાસે ઉભેલી ST બસને ટ્રકે ટક્કર મારતાં ઘરમાં ઘૂસી ગઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી: નંદાસણ-મહેસાણા હાઈવે સ્થિત ગણેશપુરા પાસે મંગળવારે બપોરે ખેડા ડેપોની મહેસાણા તરફ જતી એસ.ટી.બસ મુસાફરોને બેસાડવા માટે ઉભી રહીને પાછળથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટ્રક ના ચાલકે ટક્કર મારતા બસ રોડની બાજુના મકાનમા ઘૂસી જતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.બસના ચાલકને સામાન્ય ઈજાઓ થઇ હતી.
 બસને જોવા લોકો ટોળે વળ્યા હતા. 
 
ખેડા ડેપોની GJ 18 Y 8532 નંબરની બસ ગણેશપુરા ગામે પુલ ઉપર મુસાફરો લેવા ઊભી હતી. ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી RJ 07 GA 1359 નંબરની ટ્રકના ચાલકે બસને પાછળથી ટક્કર મારતાં બસ સીધી પુલની રેલીંગ તોડી રોડને અડીને આવેલ મકાનમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે બસના મુસાફરોનો બચાવ થયો હતો. બસ ચાલકને ઇજા થઇ હતી. નંદાસણ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો