તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઋત્ત્વિજ પટેલ મહેસાણામાં, શહીદ દિન 23મીએ કૂચનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્ત્વિજ પટેલ શુક્રવારે મહેસાણા આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધીને આગામી 23 માર્ચે શહીદ દિને મહેસાણામાં કૂચ રેલી કાઢવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે વાત કરતા તેણે રાબેતા મુજબ કોંગ્રેસને શાબ્દિક ચાબખાં પણ માર્યા હતા.
 
મહેસાણા ભાજપ કાર્યાલયમાં શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યે પહોંચેલા ઋત્ત્વિજ પટેલે રોડ-શો દરમિયાનના થપ્પડ પ્રકરણને યાદ કરી, કોંગ્રેસને આડા હાથે લઇને કાર્યકરોના ઉમળકાને આવકાર્યો હતો. 

આ સાથે 23 માર્ચે શહિદ દિને ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ યુવા મોરચાને જોડતી પગપાળા કૂચ મહેસાણામાં આયોજિત કરવા અંગે ચર્ચા કરી હતી. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મહેશ પટેલે માહિતી આપતાં કહ્યું કે, આ પગપાળા કૂચ 23 મી એ ભાજપ કાર્યાલયથી ગાયત્રી મંદિર વિસ્તારમાં ફરશે, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ કૌશિકભાઇ પટેલની હાજરીમાં યુવાનો જોડાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો