તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર તા.ભાજપ મહામંત્રીના મકાનમાંથી રૂા.6.38 લાખની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(વૃંદાવન સોસાયટીની ઘટના : ઘર પાસે પડેલું બાઇક પણ ન છોડ્યું)
વિસનગર:વિસનગરના દેણપ ચાર રસ્તા નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તાલુકા ભાજપના મહામંત્રીના મકાનમાં ગુરૂવારે રાત્રે અજાણ્યા શખ્સોએ બારીની ગ્રીલ તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ અને બાઇક મળી 6,38,500ની મત્તાની ચોરી કરી ગયા હતાં.તાલુકાના મગરોડા ગામના અને તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કાર્ય કરતા મુકેશભાઇ વિરસંગભાઇ ચૌધરી શહેરની હાલ વિસનગર શહેરના દેણપ ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં તેમના પરિવારજનો સાથે રહે છે.
મુકેશભાઇ ગુરૂવારના રોજ રાત્રે તેમના મકાનમાં તેમના પિતા અને ભાઇના પરિવાર સાથે અલગ અલગ રૂમમાં સુઇ ગયા હતા. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજા પાસે આવેલ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનના અંદર પૂજાના રૂમમાં મુકેલ તિજોરીમાં તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને 87,500 રોકડ તેમજ ઘર આગળ પડેલ બાઇક મળી 6,38,500ની મત્તાની ચોરી કરી ગયા હતાં.
શું શું ચોરાયું

બે સોનાના દોરા, દોઢ તોલાનું સોનાનું પેન્ડલ, ત્રણ તોલાનું સોનાનું મંગલસુત્ર, પાંચ તોલાની સાત સોનાની વીંટીઓ, દસ જોડ સોનાની બુટ્ટીઓ, ત્રણ તોલાની સોનાની માળા, અઢી તોલાની સોનાની બંગડી, ત્રણ સોનાની કાનની શેરો, સોનાના પોળ વાળી હાથીદાંતની ચીણીયો, ચાંદીના સિક્કા, રોકડ અને એક બાઇક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો