તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં રાષ્ટ્રપતિ કોવિંદનો હુકાર, દેશનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણનો નિર્માતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: 'રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન છે તથા રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને,' તેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ રવિવારે મહેસાણામાં સીમંધર સ્વામી જૈન દેરાસર ખાતે સંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના 83મા જન્મદિન પ્રસંગે યોજાયેલા ગુરુ આશિષ મહાપર્વ પ્રસંગે જણાવ્યું હતું.  કોઇપણ વ્યક્તિની પરખ તેના કાર્યથી થાય છે તેમ જણાવી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના અનુયાયીઓ થકી સમાજ કલ્યાણના કાર્યો થઇ રહ્યા છે.
ગુજરાત મારું બીજું ઘર છેઃ કોવિંદ
 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટીશીપ વિચારધારા આપણને આપી છે અને તેનું અનુકરણ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ કરી રહ્યા છે. ટ્રસ્ટીશીપનું મૂલ્ય ચુકવવાનો સમય આવે તો પાછા ન હટવાનું પણ આહવાન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે. ગુજરાત મારું બીજું ઘર છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી જેવા 2 કર્મનિષ્ઠ વડાપ્રધાન આપ્યા છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, ભારતભૂમિ સંતોની ભૂમિ છે. સંતો, મહંતો અને આચાર્યો આ પરંપરા આગળ વધારી રહ્યા છે. ગુરુવર્યએ આપેલા સદાચાર, પરોપકાર અને કરુણાનો સંદેશો આજે સામાજિક સોહાર્દ બન્યો છે. મહારાજે દુર્લભ પડેલી પાંડુલીપીઓના બે લાખ ગ્રંથો કોબા જ્ઞાનમંદિરમાં સંગ્રહ કરી સંગ્રહસ્થાનનું ઘણું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
 
સંતોનું જીવન ફૂલ જેવુંઃ રાજ્યપાલ કોહલી

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, રાષ્ટ્રસંતે જ્ઞાનક્ષેત્રમાં ભારતીય પ્રાચીન ધરોહર ઉજ્જવળ કરવાની સૌથી મોટી કામગીરી કરી છે, વિશ્વભરમાં ભારત ભૂમિનું ગર્વ વધારવા માટે આ એક ભગીરથ કાર્ય છે. આ કાર્યથી ભારતના ઇતિહાસમાં અનેક-ઘણા અજાણ પાસા પ્રકાશમાં આવી રહ્યા છે. સંતોનું જીવન ફૂલ જેવું છે, ફૂલ સુગંધ ફેલાવી દુર્ગંધ દૂર કરે છે, તેમ સંતો વ્યક્તિમાંથી દુર્ગુણ દૂર કરી સદગુણનું આરોહણ કરે છે.પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે સમાજ કલ્યાણ સાથે રાહ ભૂલેલા વ્યક્તિઓને રાહ બતાવવાનું પણ કાર્ય કર્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાષ્ટ્રસંતનું સમગ્ર જીવન જીવદયા અને અનુંકંપામાં ખર્ચાયું છે.  ગુરુ આશિષ પર્વના કાર્યક્રમમાં સમાજ ઉપયોગી કાર્યો જયપુર ફૂટ વિતરણ, વ્હીલચેર વિતરણ, સિલાઇ મશીન વિતરણ, વિદ્યાર્થી કિટ વિતરણ, નેત્રયજ્ઞ, કેન્સર હોસ્પિટલ સહાયતા અને અનાઆશ્રમ સહાયતા સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.
 
અન્ય સમાચારો પણ છે...