તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરના સવાલામાં પીએનજી ગેસ પાઇપલાઇન ફાટતાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર: વિસનગર તાલુકાના સવાલા ગામમાં પસાર થતી પીએનજી ગેસની પાઇપલાઇનમાંથી ગેસ ફાટતાં ધડાકો થયો હતો જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. જ્યાં એકાએક આગ ફેલાતાં થોડાક સમય માટે એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જો કે સાબરમતીના કર્મચારીઓએ તાકીદે દોડી આવી ગેસનો પુરવઠો બંધ કરી દઇ સમારકામ હાથ ધરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહેસાણાથી વિસનગર આવતી સાબરમતી ગેસની પીએનજી પાઇપલાઇન સવાલા ગામના ગરનાળા નીચે ફાટતાં મોટો ધડાકો થયો હતો હતી જ્યાં લીકેજ પાઇપમાંથી ગેસ નીકળ્યા બાદ એકાએક આગ લાગતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અને આગ 30 ફુટ કરતાં પણ વધુ ઉંચે જતાં ઉપર પસાર થતા વાયરો સુધી ફેલાઇ હતી.

આગ આજુ બાજુના ઉકરડાઓ તેમજ સામેના મકાનો તરફ જતાં લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ગામના સરપંચ સહિતના અગ્રણીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી સાબરમતી કંપની તેમજ વીજકંપનીને જાણ કરતાં કર્મચારીઓએ દોડી આવી ગેસ પુરવઠો બંધ તેમજ વીજપુરવઠો કરી દીધો હતો અને વિસનગર ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવી આજુબાજુમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...