તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • PM Narendra Modis Meeting Will Be Held Between CCTV In Mehsana Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદારોના ગઢમાં મોદી: CCTV કેમેરા વચ્ચે PM કરશે સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા 20 સીસી કેમેરાની બાજ નજર વચ્ચે યોજાશે.પોલીસનુ કહેવુ છે કે, સુરક્ષાની દ્રષ્ટીએ સીસી કેમેરા લગાવાયા છે,જ્યારે સુત્રો કહે છે કે, પાટીદારોના ગઢમા સભા થતી હોઇ સીસી કેમેરા લગાવવા ફરજીયાત બન્યા છે. ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં છે ત્યારે આગામી 9મીએ મહેસાણા એરોડ્રામ ખાતે આયોજીત વડા પ્રધાન નરેન્દ્રમોદીની સભામાં પ્રથમ વખત સીસી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે.જાણવા મળ્યા મુજબ સભા ખંડના પ્રવેશ દ્વારથી લઇને સ્ટેજ સુધી કુલ 20 કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે.પોલીસનું કહેવુ છે કે, સુરક્ષાની દ્રષ્ટીએ સીસી કેમેરા લગાવવાના છે.કોઇ ઘટના બને તો એક જ ગ્યાએ બેસીને મોનટરીગ કરી શકાય.

વડાપ્રધાનની સભા માટે મેદાનની સફાઈ

 

મહેસાણા: જે ઓરડ્રામના મેદાન પર નરેન્દ્ર મોદીએ 2012 માં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન સદભાવના ઉપવાસ કર્યા હતા તે જ મેદાન પર પાંચ વર્ષ પછી વડાપ્રધાનની ચૂંટણી સભા 9 મીએ યોજાવાની છે.ગુુરુવારે મેદાન પર ઊગેલું ઘાસ દૂર કરવાની સાથે સાથે બીજી તૈયારીઓ પર યુદ્ધના ધોરણે ચાલુ હતી. 

 

આજે મોદી હિંમતનગરમાં કરશે સભા

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બપોરે 2 વાગ્યે હિંમતનગર શહેરને અડીને આવેલા મોદી ગ્રાઉન્ડમાં 7 બેઠકોને આવરી લેતી જાહેર સભા યોજાવાની છે. આ જાહેરસભાનું પ્રયોજન ગત ચૂંટણીમાં આવેલા પરિણામોમાં સુધારાત્મક ફેરફાર કરવાનું હોવાનુ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. વડાપ્રધાનની સુરક્ષા હેતૂસર આઇ.જી.ના નેતૃત્વ હેઠળ સુરક્ષા વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. 

 

આજે ભાભરમાં મોદીની સભા યોજાશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમવાર ઉત્તર ગુજરાતની મુલાકાતે આજે આવી રહ્યાછે. અહીં મોદી પાંચ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર પ્રચાર અર્થે હાજર રહેશે. મોદીના આગમનને પગલે આખુ ભાભર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. 570 થી વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહેશે. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો