PM મોદીના સૌથી મોટા ભાઈ વડનગરમાં ચલાવે છે વૃદ્ધાશ્રમ, જુઓ તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર :17મી સપ્ટેમ્બરે વડાપ્રધાને 66 વરસ પુરા કરી 67માં વરસમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે divyabhaskar.comએ તેમના વતન વડનગરની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીને ચાર ભાઇઓ અને એક બહેન છે. તેમના સૌથી મોટા ભાઇ સોમાભાઇ ગુજરાતના આરોગ્ય વિભાગમાં કર્મચારી હતા. નિવૃત થઈ ગયા છે. સોમાભાઈએ પોતાના વતન વડનગરમાં વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. જ્યાં વડીલોની સેવા કરવામાં આવે છે. સોમાભાઇ અમદાવાદમાં પરિવાર સાથે રહે છે અને નિયમિત રીતે વૃદ્ધાશ્રમની મુલાકાતે આવે છે.

સર્વોદય સેવા ટ્રસ્ટ સંચાલિત વિસામો વૃદ્ધાશ્રમ શું શું છે

વૃદ્ધાશ્રમના મેનેજર સચિન પટેલ અને સારસંભાળ રાખતા રાજુભાઇ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સર્વોદય સેવા ટ્રસ્ટ સંચાલિત વિસામો વૃદ્ધાશ્રમ છે. 2001માં ભૂકંપના ત્રણ દિવસ બાદ વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. અહીં કુલ 8 કપલ રૂમ છે જેમાં પતિ-પત્ની સાથે હોય એમને રહેવા આપવામાં આવે છે. એક જનરલ રૂમ છે જ્યાં છ બેડ છે. ચાર સિંગલ રૂમ છે જેમાં ત્રણ-ત્રણ લોકો રહે છે. વૃદ્ધાશ્રમમાં પ્રવેશ માટે જે-તે વ્યક્તિની પૂરતી માહિતીની સાથે સાક્ષીઓ પણ રાખવામાં આવે છે. પ્રવેશ માટે ટોકન ફી તરીકે 200 રૂપિયા લેવામાં આવે છે અને મહિને રૂપિયા 125 ચાર્જ છે.

આશ્રમમાં કપલો હરીમળીને રહે છે

બધાને સવારે ચા-નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ફરી ચા અને રાતે જમવાનું આ જ ચાર્જમાં આપવામાં આવે છે. અલગથી એક કેન્ટિન છે. સાંઇબાબાનું મંદિર છે. રોજ સવાર-સાંજ બધા ભેગા મળીને મંદિરે ભજનો ગાય છે અને એકબીજાના દુ:ખમાં સાથ આપે છે. તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે.

અહીં રહેતા દરેક લોકોની પોતાની એક અલગ કહાણી છે. કોઇ મળવા આવ્યું છે એ વાત સાથે પણ એમના ચહેરા પર ખુશી આવી જાય છે. વડનગરના જ વતની પ્રભુદાસ એમની પત્ની સાથે રહે છે. આંખોમાં નરમાશ અને ભીંજાયેલા શબ્દો સાથે કહે કે,ભગવાન, અહીં કોઇને ના બતાવે. આ તો ભલું થજો ટ્રસ્ટનું કે અમને પરિવારની જેમ સાચવ્યા. સુરતથી આવેલા અરવિંદભાઇ પણ પત્ની સાથે રહે છે. ટ્રસ્ટ દ્વારા એમને સંચાની સગવડ કરી આપવામાં આવી છે. તેઓ કહે છે, અમે દરજીને અને અમારું આ કામ. સમય પણ જાય અને કામ પણ થતું રહે.

વૃદ્ધાશ્રમની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...