તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DJના તાલે,જય સરદાર જય પાટીદારના નારા સાથે ઊંઝામાં ઘોડાપૂર ઊમટ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: બહુચરાજી તાલુકા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પાટીદાર પદયાત્રા રાત્રિ વિરામ બાદ રવિવારે સવારે મહેસાણાથી ઊંઝા મા ઉમિયાના ધામ જવા રવાના થઇ હતી. જય સરદાર જય પાટીદારના નારા અને પાંચ જેટલા ડીજેના તાલે અનામતના ગીતોની ધૂન વચ્ચે જુસ્સાભેર અને ભારે ઉત્સાહ વચ્ચે હજારો પાટીદાર ભાઇઓ અને બહેનો જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પદયાત્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો હતો. જેના કારણે પાંચ કિમી લાંબી પદયાત્રાનો નજારો જામ્યો હતો. પદયાત્રા સાંજના 5 વાગે ઊંઝા પહોંચી ત્યારે સ્થાનિક સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. પાટીદારોએ મા ઉમાના ચરણે હૂંડી અર્પણ કરી અનામત સહિતની માગણી અંગે સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાઇ હતી. તેમજ જ્યાં સુધી પાટીદારોને અનામત ના મળે ત્યાં સુુધી આંદોલન ચાલુ રાખવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
ઉનાવા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પદયાત્રાનું સ્વાગત કરાયું
પદયાત્રામાં 40-45 હજાર લોકો જોડાયા હોવાનું આયોજક હર્ષદભાઇ એ. પટેલે દાવો કર્યો હતો. જય સરદાર જય પાટીદારના નારા અને ડીજેની ધૂન સાથે મહેસાણાથી સવારે માતાજીની આરતી અને ચા-નાસ્તો કરીને 8-30 વાગે નીકળેલી પદયાત્રા મોઢેરા અને રાધનપુર સર્કલ થઇ ઊંઝા તરફ આગળ વધી હતી. રસ્તામાં જિલ્લા પંચાયત દ્વારા તેમજ ઉનાવા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પદયાત્રાનું સ્વાગત કરાયું હતું. હજારોની સંખ્યામાં લોકો પગપાળા તેમજ 3000થી વધુ નાના મોટા વાહનો પણ પદયાત્રામાં જોડાતામાં 5 કિમી સુધી જ્યાં નજર કરો ત્યાં પદયાત્રીઓ જોવા મળતા હતા. સવારે 11થી 6 વાગ્યા સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહી હતી. પદયાત્રાનું સામૈયું કરવા ઊંઝા પાટીદાર સમાજ હાઇવે પર ગોઠવાઇ ગયો હતો. પદયાત્રા આવી પહોંચતાં ભવ્ય સ્વાગત બાદ ઉમિયા મંદિરે પહોંચી હતી.
અનામત ના મળે ત્યાં સુધી સરકાર સામે લડાઇ ચાલુ રાખવા હાકલ કરાઇ
જ્યાં પાટીદારો દ્વારા મા ઉમાની સમૂહ પૂજા કરાઇ હતી અને ચરણોમાં પાટીદારોને અનામત મળે, પાટીદારો ઉપર જુલમ ગુજારનાર સામે કાર્યવાહી કરવામાં આવે સહિતની માગણી સાથેની હૂંડી સાદર કરવામાં આવી હતી. તેમજ આ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ, ટ્રસ્ટીઓને એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી સભાને અગ્રણી વરુણ પટેલ, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલ, આયોજક હર્ષદભાઇ પટેલ સહિતે સંબોધન કરી પાટીદારોને અનામત ના મળે ત્યાં સુધી સરકાર સામે લડાઇ ચાલુ રાખવા હાકલ કરાઇ હતી. પદયાત્રામાં હાર્દિકના પિતા ભરતભાઇ પટેલ સહિત પરિવારજનો જોડાયા હતા. જેમનું સ્વાગત કરાયું હતું. પદયાત્રા દરમિયાન પોલીસ અને અેસઆરપી દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

પદયાત્રા આંકડામાં
40- હજારથી વધુ પાટીદારો પદયાત્રામાં જોડાયા
2000 -બાઇક સવારો સામેલ થયા
1000થી- વધુ કાર સહિતના વાહનો જોડાયા
125- ટ્રેક્ટર વ્યવસ્થામાં દોડતા રહ્યા
1100થી- વધુ સ્વયંસેવકો ખડેપગે હતા
17- કિમીનું અંતર કાપતાં 10 કલાક લાગ્યા
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો