- હવામાં પ્રદૂષણ ફેલાવી બોર્ડની જોગવાઇઓનાં ભંગ અંતર્ગત
- સિરામિક ઉદ્યોગ સેોથી વધારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝપેટમાં આવ્યો
મહેસાણા : મહેસાણા સ્થિત પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ કચેરીએ સિરામિક અને સ્ટોન વોટર પાઇપનાં કુલ 5 ઉદ્યોગોને હવામાં પ્રદૂષણ ફેલાવી બોર્ડની જોગવાઇઓનાં ભંગ અંતર્ગત ક્લોઝર નોટીસ આપવામા આવી હતી. જ્યારે જાન્યુઆરી 2015થી અત્યાર સુધી કુલ 17 ઉદ્યોગકારોને ક્લોઝર નોટીશ આપવામા આવી હતી, તો વળી 200થી પણ વધુ ઉદ્યોગોને કારણ બતાવો નોટીસ આપી ખુલાસો માંગવામા આવ્યો હતો.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મહેસાણા ખાતે આવેલી પ્રાદેશિક કચેરી દ્વારા છેલ્લા એક મહિનામાં અપાયેલી ક્લોઝર નોટીસ અંતર્ગત સિરામિક ક્ષેત્રનાં ઉદ્યોગો હોવાનું મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા હોવાની ગંભીર સ્થિતિને ધ્યાને લઇ 15 દિવસની અવધિ આપી તેમનાં પાણી અને વિજળી સહિતનો પુરવઠો બંધ કરવા પણ સંલગ્ન કચરીઓને જાણ કરી દેવાઇ હતી. જ્યારે જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં કુલ 13 સિરામિક ઉદ્યોગોને ક્લોઝર નોટીશ આપવામા આવી હતી.
જ્યારે કોપર ગાળતાં 4 યુનિટોને ક્લોઝર નોટીશ સહિત સીલ કરવા સુધીનાં પગલા ભરવામા આવ્યા હતા, તો વળી સેોથી વધારે 212 ઉદ્યોગોને શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી. તો બીજી તરફ અનેક ઉદ્યોગકારોની પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત વૃક્ષ વાવેતરમાં નબળી કામગીરી રહી હોવાનુ પણ સૂત્રોએ જણાવ્યું હતુ.
હજુ પણ ખેતરો સહિતની ખુલ્લી જગ્યામાં ચાલતી ભઠ્ઠીઓ
હનુમંત હેડુવા દેલોલી
રાજપુર બળદેવપુરા
મણીયારી સાલેસરા
ધાંધલપુર મોદીપુર
રાણીપુર ભાસરીયા