તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: પોલીસે માનસિક બિમાર કિશોરને દોડાવી દોડાવી માર્યો, લોકોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: ભાન્ડુમાં મંદિર પાસે સોમવારે બપોરે લખોટીઓ રમતા બાળકો પોલીસની ગાડી જોઇને ભાગતા જ પોલીસે તેમનો પીછો કર્યો હતો.માનસિક બિમાર 14 વર્ષના કિશોરને પોલીસે દોડાવી દોડાવીને મારમાર્યાની ઘટનાને પગલે ગામમાં રોષ પ્રસર્યો છે.ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે મહેસાણા સીવીલમા ખસેડ્યા બાદ તેને સીવીલ પોલીસને જવાબદારો વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.
પોલીસની ગાડીને જોઇને પ્રદિપ સાથે તમામ છોકરાઓ ભાગ્યા
મહેસાણા નજીક ભાન્ડુમાં રહેતા અજમલજી ઠાકોરનો 14 વર્ષનો માનસિક બિમાર પુત્ર પ્રદિપ બપોરે 12.30 કલાકે ઇન્દીરાનગરની બાજુમા નવિન બનેલા મંદિર પાસે મિત્રો સાથે લખોટીઓ રમવા ગયો હતો.દરમિયાન ત્યા પહોચેલ 0704 પોલીસની ગાડીને જોઇને પ્રદિપ સાથે તમામ છોકરાઓ ભાગ્યા હતા.
પોલીસની ગાડીનો પીછો કરતા એક સમયે તો વાતાવરણ ગરમાયું
જેમા પાછળ ભાગેલી પોલીસે આગળ દોડી રહેલા પ્રદિપને 4થી વધુ ધોકા મારીને જમીન દોષ કર્યાનો તેના પિતા અજમલજીએ આક્ષેપ કર્યો છે.બનાવ સ્થળે રોષે ભરાયેલા ગામજનોએ પોલીસની ગાડીનો પીછો કરતા એક સમયે તો વાતાવરણ ગરમાયું હતું.જોકે, પોલીસ ભાગી ગઇ હતી. મહેસાણા સીવીલમા ખસેડાયેલા કિશોરના પિતાએ સીવીલ પોલીસ સમક્ષ વિસનગર પોલીસ વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.
ભાગેલી પોલીસે ડિવાઇડર તોડી નાખ્યુ :પિતા

બાળપણથી માનસિક બિમાર પુત્રને મારમારીને પોલીસને શું મળ્યું ? ગામજનો ભેગા થયા ન હોતતો પોલીસ મારા દિકરાને મારી નાખત.ટોળુ જોઇને ભાગેલી પોલીસની ગાડીએ મંદિર આગળ ગોરાઇમા આવેલ ડિવાઇડર પણ તોડી નાખ્યું હોવાનું અજમલજીએ જણાવ્યું હતું.

મારમાર્યાના મુદ્દે ધ્યાને આવ્યું છે,જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી થશે: પીએસઆઇ

કિશોરને પોલીસે મારમાર્યાનો મુદ્દો ધ્યાને આવ્યો છે અને જમાદારને મહેસાણા સીવીલમા મોકલ્યા છે.પોલીસથી જે કાંઇ થયુ હશે તે ભુલથી થયુ હશે.જાણી જોઇને નહી કર્યુ હોય છતા જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી કરીશું તેવુ વિસનગર તાલુકા પીએસઆઇ ડી.સી.રાઉલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...