તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના મુલ્કીભવન આગળ પોલીસે 7 રોમીયોને ઉઠબેસ કરાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
મહેસાણા: શહેરના મુલ્કીભવનની બહાર શાળા શરૂ થવાના અને છુટવાના સમયે અડીંગો જમાવીને રોમીયોગીરી કરતા 7 યુવકોને સોમવારે મહિલા પોલીસે ઉઠક બેઠક કરાવી સમજાવટને અંતે વાલીઓને સોપ્યા હતા.મહેસાણા મહિલા પોલીસ દ્વારા શાળા-કોલેજોની બહાર ઉભા રહીને વિદ્યાર્થિનીઓની છેડતી કરતા યુવકોની શાન ઠેકાણે લાવવા ઝુંબેશ હાથ ધરી છે.
જેના ભાગરૂપે સોમવારે બપોરે મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ભગવતીબેન સાર્વજનીક સ્કુલની બાજુમાં આવેલા મુલ્કીભવન પહોચ્યા હતા. અહી બહારની તરફ વાહનો લઇને ઉભા રહીને રોમીયોગીરી કરતા 7 યુવકોને પકડી ઉઠક બેઠક કરાવ્યા બાદ તેમના વાલીને બોલાવી સમગ્ર બાબતે જાણ કરી જરૂરી સૂચના અપાઇ હતી. પોલીસે કહ્યું કે, નાગલપુર કોલેજમાં અભ્યાસ કરતા યુવકો અહી શાળાની બહાર આવીને ઉભા રહી જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો