તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલભરો આંદોલન કેસ : મહેસાણા એલસીબીએ બ્રાહ્મણ યુવાન સહિત 5ની ધરપકડ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
મહેસાણા: મહેસાણામાં પાટીદારો દ્વારા આયોજિત જેલભરો આંદોલન દરમિયાન થયેલા તોફાન કેસમાં મહેસાણા એલસીબીએ બ્રાહ્મણ યુવાન સહિત 5 વ્યક્તિઓની અટકાયત બાદ જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટે તમામને આગોતરા જામીન આપેલા હોઇ પોલીસે નિવેદન બાદ મુક્ત કર્યા હતા.
અનામત અને પાટીદારના વણઉકલ્યા પ્રશ્નોના મુદ્દે 5 મહિના પૂર્વે એસપીજી દ્વારા મોઢેરા રોડ પર જેલભરો આંદોલન અંતર્ગત કાર્યક્રમ આપ્યો હતો. જેમાં પોલીસ અને પાટીદારો આમને સામને આવી જતાં થયેલા હુમલા કેસમાં અગાઉ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત 40થી વધુ વ્યક્તિઓની અટકાયત થઇ ચૂકી છે. આ બહુચર્ચિત કેસમાં મહેસાણા એલસીબી પીઆઇ આર.એસ. પટેલે ખેમાભાઇ શીવાભાઇ પટેલ, અમીત મંછારામ પટેલ, દશરથ શંકરલાલ પટેલ, દિનેશ અંબાલાલ પટેલ અને હરીઓમ અશોકભાઇ જાનીની ધરપકડ કરી નિવેદન લેવા સહિતની કાર્યવાહી બાદ જામીન પર મુક્ત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...