મહેસાણાના જેલર બહાદુરસિંહ ઝાલા રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: ફરજમાં બજાવેલી પ્રસંશનીય સેવાઓ બદલ મહેસાણા જિલ્લા જેલના જેલર બહાદુરસિંહ ઝાલાને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે. આ એવોર્ડ માટે દેશમાંથી 7 જેલરોની પસંદગી થઇ છે, જેમાં ગુજરાતમાંથી તેઓ એકમાત્ર છે.
 
ભુજથી જેલર તરીકે કારર્કિદીની શરૂઆત કરનાર બહાદુરસિંહ ભુપતસિંહ ઝાલા જ્યારે વડોદરા જેલમાં ફરજ બજાવતા હતા ત્યારે 15 જેલરની ખાલી જગ્યા વચ્ચે એક માત્ર જેલર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવતાં 1 હજારનું રોકડ ઇનામ મળ્યું હતું. 30 વર્ષની નોકરીમાં 7 જેલોમાં ફરજ બજાવી ચૂકેલા અને કેદીઓમાં મુછડ જેલરના હુલામણા નામથી ઓળખાતા બહાદુરસિંહને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે ડી.એમ.ગોહિલે દરખાસ્ત કરીને મોકલી આપી હતી. જે ગ્રાહ્ય રખાતાં ગુજરાતમાં એકમાત્ર જેલર બહાદુરસિંહને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે.
અન્ય સમાચારો પણ છે...