તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટીસી લવ સ્ટોરી: 25 દિવસના પ્રેમલગ્ન, પરિવારનું વિઘ્ન અને અંતે 181ની મદદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: શહેરમાં એક છોટીસી લવ સ્ટોરી બહાર આવી છે જેમાં કોલેજકાળથી પાંગળેલા પ્રેમને મહેસાણાના યુવક-યુવતીએ લગ્નનું નામ આપવાનો નિર્ણય લીધો હતો અને 25 દિવસ પૂર્વે તેમને કોર્ટ મેરેજ કર્યા હતા.બન્ને પરિવારોના વિરોધ વચ્ચે લગ્ન કરનાર યુવક-યુવતીના ભાડે મકાન રાખીને સ્થાઇ થવાના પ્રયાશ વચ્ચે તાજેતરમાં યુવતીના માતા-પિતાએ તેનો સંપર્ક કર્યો હતો અને તેમના પ્રેમલગ્નને સંમતિ આપી સામાજીક રીતીરિવાજ મુજબ પુન: લગ્ન કરાવવાની વાત કરી હતી.
સાસરીયાઓએ ગડદાપાટુનો મારમારી ઘરમાંથી તગેડી મુંક્યો હતો
જેમા બન્ને પ્રેમીઓ સંમત થયા હતા રવિવારે યુવતીને તેના ઘરે મુંકવા ગયેલા યુવકને સાસરીયાઓએ ગડદાપાટુનો મારમારી ઘરમાંથી તગેડી મુંક્યો હતો જ્યારે યુવતીને ઘરમાં ગોધી રાખી હતી.ઉપરોકત ઘટનાથી વ્યથિત યુવકે 181 અભિયમને ફોન કરીને મદદ માંગી હતી.જેમાં મિત્તલબેન પટેલે બન્ને પક્ષોને કાયદાકીય અને સામાજીક સમજ આપી યુવક-યુવતીના લગ્ન માટે સંમત થઇ દિવાળી બાદ પુન: લગ્ન કરવાનો નિર્ણય લેવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...