તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા: ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત, બેદરકારીના આક્ષેપ સાથે લાશ લેવાનો ઇન્કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: પાટીદાર યુવાનના મૃત્યુ કેસમાં લાયન્સ સત્તાવાળાઓ અને પોલીસની સમજાવટને અંતે પરિવારે મધરાત્રે લાશ સ્વિકારવાનો નિર્ણય લીધો હતો.ઇજાગ્રસ્ત પારસાના મનોજ પટેલનું હોસ્પિટલની બેદરકારી આક્ષેપને લઇ પરિવારે મોડીરાત સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો હતો.જેમાં લાયન્સ સત્તાવાળાઓએ ડીવાયએસપી ગઢીયાને બોલાવી આ સંબધે ચર્ચા કરી હતી.પુન: હોસ્પિટલમા આવેલા પરિવાર સમક્ષ હોસ્પિટલના સત્તાવાળાઓએ ઇન્કવાયરી સોંપી સપ્તાહમાં રિપોર્ટ કરવા અને તેમા જવાબદાર ઠરનાર ર્ડોકટર,સ્ટાફ વિરૂધ્ધ પગલા ભરવાનો નિર્ણય લેવાયો હતો.જેને પગલે પરિવારે મધરાત્રે 3.30 કલાકે લાશ સ્વિકારતા રાહતનો દમ લીધો હતો.
જવાબદારો વિરૂધ્ધ પગલાં લેવાશે : હોસ્પિટલ સંચાલક
યુવાનના મૃત્યુ માટે જે પણ જવાબદાર હોય તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે પરિવારને જણાવેલ છે અને અમે પણ આ કેસમા ઇન્કવાયરી કરી જરૂરી પગલા ભરીશું. - ર્ડો. ધરમસિંહ રબારી, સંચાલક
પેનલ તબીબની મદદથી પીએમ કરાયું : પોલીસ
મૃતકનું પેનલ તબીબની મદદથી પોસમાર્ટમ કરાવ્યું હતું.હાલમાં અરજીને આધારે તપાસ ચાલી રહી છે અને જરૂરી પેપર્સ અને હોસ્પિટલના સીસી કેમેરાના ફુટેજની માંગણી કરી છે.સિવિલ સર્જન પાસે કેસ સ્ટડી કરાવી જરૂરી નિર્ણય લેવાશે. -એન.જી.ખટાણા, પીઆઇ
ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત, બેદરકારીના આક્ષેપ સાથે લાશ લેવાનો ઇન્કાર
મેઉ નજીક બુધવારે સવારે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત પાટીદાર યુવાનનું મોત ર્ડાકટર અને સ્ટાફની બેદરકારીને કારણે થયું હોવાના આક્ષેપ સાથે યુવાનના પરિવારજનો સહિત 150થી વધુના ટોળાએ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં 7 કલાકથી વધુ હંગામો મચાવ્યો હતો.
મનોજના બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જયો
મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ પિતા સાથે રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે ગોઝારિયાના પારસા ગામનો મનોજ રમેશભાઇ પટેલ (28) તેના મિત્ર અલ્પેશ પટેલ સાથે બાઇક પર ઘરે જવા રવાના થયો હતો. મુલસણથી મેઉ વચ્ચે 9.30 કલાકે પાછળથી ઓવરટેક કરનાર ટ્રક ચાલકે આગળ જઇ રહેલા મનોજના બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.
મોત નીપજતાં પરિવારજનો રોષે ભરાયા હતા
ઇજાગ્રસ્તનું લાયન્સ હોસ્પિટલમાં 4 કલાકની સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનો રોષે ભરાયા હતા. આઇસીયુમાં ચાલતી સારવાર શંકાસ્પદ જણાતાં પરિવારે ર્ડાકટર વિનોદભાઇને બોલાવ્યા હતા અને તેમને યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે ર્ડાકટર અને સ્ટાફની બેદરકારીને કારણે યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ટોળાએ હોસ્પિટલ માથે લીધી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો,મૃત્યુ બાદ તેની સારવાર શરૂ કરી હતી...
અન્ય સમાચારો પણ છે...