મહેસાણા: મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી દેવભૂમિ કુટીરમાં મિલ્કત બાબતે કુટુંબીઓ વચ્ચે લાંબા સમયથી મિલ્કત સંબધે ચાલતા વિવાદ વચ્ચે સોમવારે સાંજે 4 થી વધુ વ્યક્તિઓએ પથ્થરમારા વચ્ચે ગાડીઓના કાચ ફોડી મહિલાઓને મારવા લેવાના મામલે તંગદીલી સર્જાઇ હતી.બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.દેવભૂમિ કુટીરમાં રહેતા બાલસીગજી બદાજી ઝાલાને મિલ્કતના મામલે તેમના કુટુબી ભાઇઓ સાથે લાંબા સમયથી ચાલતો વિવાદ કોર્ટમાં પહોચ્યો હતો.
જેને પગલે સોમવારે સાંજે બાલસીગજી અને તેમનો પરિવાર ઘરે હાજર હતો તે સમયે અહી આવેલા મદારજી ઝાલા સહિતના વ્યક્તિઓએ અચાનક પથ્થરમારો કરી ધોકા સહિતના હથિયારો સાથે બાલસીગજીના ઘરમાં ઘસી જઇ તોડફોડ કરી હતી.ઉશ્કેરાયેલા શખ્શોએ અહી પડેલી ગાડીના કાચ ફોડીને રોષ ઠાલવ્યો હતો. ઉપરોકત બનાવને પગલે પ્રસરેલી તંગદીલી વચ્ચે લોકો એકઠા થતા હુમલાખોરો નાસી ગયા હતા.જ્યારે ઘટના સ્થળે દોઢ કલાક બાદ પહોચેલી પોલીસને જોઇને સ્થાનીક રહીશોમા રોષ પ્રસર્યો હતો. આ અંગે બી ડીવીજન પોલીસ મથકમા ગુનો નોધવાની તજવીજ હાથ ધરાઇ હતી.