તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં 30, મહેસાણામાં 7 મિમિ વરસાદ, કઠોળ સહિતના પાકોનું વાવેતર શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા:છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટભર્યા માહોલ વચ્ચે મહેસાણામાં રાત્રે-રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા બાદ રવિવારે બપોરથી સાંજ સુધી થોડી થોડીવારે વરસાદી ઝરમર થતી રહી હતી. દિવસ દરમિયાન કુલ 7 મિમિ જેટલો વરસાદ મહેસાણા પંથકમાં નોંધાયો હતો. જ્યારે ઊંઝામાં 30 મિમિ વરસાદ નોંધાયો હતો.વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને કઠોળ સહિતના પાકોનું વાવેતર શરૂ કરાયું છે.
જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ગત સપ્તાહમાં બે દિવસ સારો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો સહિત લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જો કે, ત્યાર બાદ વરસાદે વિરામ લીધો અને ઉકળાટભર્યું વાતાવરણ અસહ્ય બની રહ્યું હતું. બે-ત્રણ દિવસથી દિવસભર ઉકળાટભરી સ્થિતિ બાદ રાત્રે વરસાદી ઝાપટાં પડતાં હતાં.
જો કે, રવિવારે બપોરથી મહેસાણામાં જ અવારનવાર વરસાદી ઝરમર ચાલુ રહેતાં સાંજ સુધી 7 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જ્યારે ઊંઝા પંથકમાં 30 મિમિ જેટલો સારો વરસાદ નોંધાયો હતો. હાલમાં સૌરાષ્ટ્રમાં લો-પ્રેસર બનવાની તૈયારી છે, જે 72 કલાક બાદ કચ્છ અને ઉત્તર ગુજરાત પર સ્થિર થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લો-પ્રેશર બની રહ્યું હોઈ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વાવણી શરૂ...
મોડે મોડે પણ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને કઠોળ સહિતના પાકોનું વાવેતર શરૂ કરાયું છે. જો કે, હવે વાવણી માટે હળ જોતરવાના દિવસો ગયા અને તેનું સ્થાન આધુનિક ટ્રેક્ટર-પેરણીએ લીધું હોઈ તેના સહારે ખેડૂતોએ ખેતરમાં બીજ પેરવાનું શરૂ કરી દીધું છે.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો