તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: પુત્રી અને પત્નીને તેડવા ન જવા, પતિએ ઝેરી દવા પીધાનું કર્યુ નાટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
મહેસાણા: ખેરવાના વણઝારા યુવાને ઝેરી દવા પીધેલી હાલતમા મહેસાણા સીવીલમા લઇ જવાયો હતો. પુત્રી અને પત્નીને તેડવા જવાનું હોઇ નાણાના અભાવે ઝેરી દવા પીધી હોવાનુ કહેનાર યુવાનના તમામ ટેસ્ટ નોર્મલ આવતા તબીબ વિચારમા મુંકાયા હતા. જોકે, પત્નીને અમદાવાદથી બોલાવવા ઝેરી દવા પીધી હોવાનુ નાટક કર્યાનું યુવાને સ્વિકારતા હાજર તમામને હાશકારો થયો હતો.

પુત્રીને લેવા જવાનુ હતું અને નાણા ન હોવાના મુદ્દે ઝેરી દવા પીધાનું કહ્યું

ખેરવાના મિલન વણઝારાને સોમવારે મહેસાણા સીવીલના ટ્રોમાં સેન્ટરમાં તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા.અહી યુવાને ઝેરી દવા પીધી હોવાનું કહેતા જ તેને પાણી પીવડાવી ઉલ્ટી કરાવવા સહિતની સારવાર ચાલુ કરી હતી.જ્યારે બીજીબાજુ ઉપરોકત બનાવની જાણ થતા તેની પત્ની 3 મહિનાની પુત્રીને લઇને સીવીલમા દોડી ગઇ હતી.કલાકોની સારવાર દરમિયાન સીવીલે કરેલા લોહી, યુરિન સહિતના રિપોર્ટમાં યુવાને ઝેરી દવા પીધી ન હોવાનું તેમજ તે નોર્મલ હોવાનું ખુલવા પામ્યું હતુ.

સીવીલ નર્સે યુવાનને ઝેરી દવા પીધી છે કે કેમ તે બાબતે પુછપરછ કરી

સીવીલ નર્સે યુવાનને ઝેરી દવા પીધી છે કે કેમ તે બાબતે પુછપરછ કરી તેના રિમોર્ટ નોર્મલ આવ્યા હોવાનું કહેતા જ તેની બોલતી બંધ થઇ ગઇ હતી. જેમા અમદાવાદ ગયેલી પત્ની અને પુત્રીને લેવા જવા માટે જરૂરી નાણા ન હોઇ લાગી આવતા ઝેરી દવા પીવાનો પ્રયાશ કર્યો હતો પરંતુ દવા પી શકયો નોહતો. જોકે, ચક્કર આવતા 108મા સીવીલમાં ખસેડાયો હોવાનુ કહેતા હાજર સ્ટાફ વિચારમાં મુકાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો