તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા પાલિકાના વરંડાની દીવાલ તોડી વાછરડાં લઇ જતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(વરંડાની દીવાલ તૂટેલી હાલતમાં.)
મહેસાણા:મહેસાણા નગરપાલિકાના પ્લોટમાં ઢોર પુરવાના વરંડાની દીવાલ તોડી 4 વાછરડા ઉઠાવી જવાની ઘટનાએ ચકચાર મચાવી હતી.ઢોર પકડનાર કોન્ટ્રાકટર અને તેના માણસોને જોઇને બાઇકો પર ભાગેલા 10થી વધુ વ્યક્તિઓ વિરૂધ્ધ શહેર એ ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.શહેરના જાહેર માર્ગો અને હાઇવે પર રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે અકસ્માતોની ઘટતી ઘટનાઓને પગલે મહેસાણા નગરપાલિકાએ ઢોર પકડવા ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે.
જેના ભાગરૂપે રવિવારે કોન્ટ્રાકટર જીગર મીઠાભાઇ પટેલ અને તેમના માણસો રાત્રે રાધનપુર ચોકડી વિસ્તારમા ઢોર પકડવા ગયા હતા આશરે 1 વાગ્યા દરમિયાન પકડેલી ગાયોને તેઓ શહેરના રાજકમલ પેટ્રોલપંપની પાછળ આવેલ પાલિકાની માલિકીના પ્લોટમા બનાવેલા ઢોરવાડામા મુંકવા જઇ રહયા હતા ત્યારે દશ જેટલા વ્યક્તિઓ વરંડાની દિવાલ તોડીને અહી બાંધેલા 4 વાંછરડા લઇને ભાગતા જોઇ તેઓને પકડવા નિષ્ફળ પ્રયાશ કર્યો હતો.
રૂ 4 હજારના 4 વાંછરડા લઇ જવા સંબધે ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઇ
આ અંગે જીગર પટેલે શહેર બી ડીવીજન પોલીસ મથકમાં જીજે.1એફએસ 2774 નંબરના બાઇક ચાલક રમેશભાઇ રબારી, જીજે.1 એસએચ.6937નો ચાલક, જીજે.2બીએન.2543ના ચાલક સહિત 10થી વધુ વ્યક્તિઓએ પાલિકાના ઢોરવાડાના વરંડાની દીવાલ તોડી રૂ 4 હજારનું નુકસાન અને રૂ 4 હજારના 4 વાંછરડા લઇ જવા સંબધે ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો