તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: 90 ટકા શૌચાલયો અધૂરા અને 30 લાખ ચૂકવાયા, સ્ટોરરૂમ બનાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: રાજ્ય સરકારની યોજના અંતર્ગત મહેસાણા નગરપાલિકાએ શહેરના સ્લમ વિસ્તારોમાં બનાવેલા શૌચાલયો પૈકી શંકરપુરા, દેલા વસાહત અને કસ્બાના દેવીપૂજકવાસ વિસ્તારમાં બનાવેલા કુલ 375 શૌચાલયો પૈકી 90 ટકા એવા છે કે જે બને એકથી બે વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં ગટરલાઇન કે ખાળકૂવાનું જોડાણ અપાયું નથી. તો ક્યાંક મરઘા કે પાણીની ટાંકી જ મૂકાઇ નથી. છતાં નગરપાલિકાના ચોપડે કામ પૂર્ણ થયાના શેરા સાથે કામ કરનારી એજન્સીઓને અંદાજે રૂ.30 લાખથી વધુ નાણાં ચૂકવાઇ ગયા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે. અધૂરા શૌચાલયોના કારણે લાભાર્થીઓ ખુલ્લામાં શૌચ જવા મજબુર બન્યા છે, જ્યારે બીજીબાજુ શૌચાલયોના નાણાં ચૂકવીને બેઠેલી પાલિકા લક્ષાંક પૂર્ણ કર્યાનો હાશકારો અનુભવી રહી છે.

એજન્સીઓ દ્વારા 375 બનાવ્યાના દાવા સામે વાસ્તવિકતા સાવ જુદી

સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ખુલ્લામાં શૌચ જનારાઓને અટકાવી શૌચાલયમાં જવા સમજાવાઇ રહ્યા છે. ત્યારે શહેરના શંકરપુરા, કસ્બાના દેવીપૂજકવાસ અને દેલા વસાહતમાં પાલિકાએ નીમેલી એજન્સીઓના 375 શૌચાલયો બનાવ્યાના દાવા સામે આજે 90 ટકા લાભાર્થીઓ ખુલ્લામાં શૌચ જવા મજબૂર બન્યા છે. શૌચાલયોની અધૂરી કામગીરી છતાં પાલિકાએ એજન્સીઓને 30 લાખથી વધુ નાણાં ચૂકવી શૌચાલય કૌભાંડ આચર્યાની ઉઠેલી ફરિયાદો વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમે કરેલી જાત તપાસ દરમિયાન ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું હતું.

20 પરિવારો પાસે ફોર્મ ભરાવ્યા, પરંતુ શૌચાલયો બનાવ્યા જ નહીં

શહેરના કસ્બામાં દેવીપૂજકવાસમાં બનાવેલા 25 શૌચાલયોમાં નથી પાણીની ટાંકી કે નથી આપ્યું ખાળકૂવાનું જોડાણ. અહીં શૌચાલયોની પાઇપો ખુલ્લી મૂકી દેતાં રહીશોએ બે બાય બેની રૂમને બાથરૂમ અને સામાન મૂકવા સ્ટોરરૂમ બનાવી દીધો છે. જ્યારે દેલા વસાહતમાં 100 શૌચાલયો પૈકી મોટાભાગમાં માત્ર 70 જેટલી ઇંટોથી ખાળકૂવો બનાવ્યો છે, પરંતુ એકેમાં જોડાણ આપેલું ન હોઇ તમામ પરિવારો ખુલ્લામાં શૌચક્રિયાએ જાય છે. અહીં 614 નંબરના પ્લોટમાં રહેતા એવા 20 પરિવારો છે જેમની પાસે શૌચાલય બનાવવાનું ફોર્મ ભરાવાયું છે, પરંતુ અહીં શૌચાલય જ બન્યા નથી. આ સંજોગોમાં તેમના નામે શૌચાલય ઉધારીને નાણાં લેવાઇ ગયાના આક્ષેપો થઇ રહ્યા છે. અહીં રહેતા ભરતભાઇ દેવીપૂજકે કહ્યું કે, એજન્સી કૂવો અને શૌચાલય બનાવવા કડિયાનું મહેનતાણું અમારી પાસે ચૂકવાવે છે અને તેઓ પાલિકામાંથી પૂરેપૂરું બિલ પોતાના નામે વસૂલે છે.
આગળની સ્લાઇડમાં વાંચો, પાલિકા દ્વારા શૌચાલય દીઠ રૂ. 8 થી 12 હજાર ચૂકવાયા....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો