તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેતનની લાશને અગ્નિદાહ દેવા ભટ્ટે કારસો રચ્યો: માંગુકીયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાના બલોલના પાટીદાર યુવક કેતન પટેલના મૃત્યુ મામલે થયેલા વિવાદમાં એ.ડીજીપી જે.કે. ભટ્ટે કેતનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાવવા કોર્ટમાં અરજી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પણ કોર્ટે તેમની અરજી સ્વીકારી ન હતી.તેઓ આક્ષેપ કરીને એડવોકેટ બાબુ માંગુકીયાએ કહ્યું, કે જ્યાં સુધી ભટ્ટ મહેસાણામાંથી નહીં જાય ત્યાં સુધી કોઈ ચર્ચા કરીશું નહીં.

આ અંગે બાબુ માંગુકીયાએ કહ્યું કે, જે.કે ભટ્ટ સરકારે મોકલેલા અધિકારી છે.તેમને રી પોસ્ટમાર્ટમ બાદ કોર્ટના આદેશથી કેતનના દેહનો અગ્નિ સંસ્કાર કરાવવાનો બાલીસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને તે સંબધે કોર્ટમા અરજી આપવા પણ કાર્યવાહી કરી હતી.જોકે, કોર્ટે  અરજી સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.

જે નિવાસી અધિક કલેકટર મેરજાએ પોસ્ટમોર્ટમ કરાવવા મૌખિક મંજૂરી આપી હતી તેમની પાસે જે.કે.ભટ્ટે ખોટા સોંગધનામા કરાવી પોસ્ટમાર્ટમની કાર્યવાહી લંબાવડાવી છે.જે પોસ્ટમોર્ટમ સવારે 8 વાગ્યે થવાનુ હતુ તે બપોરે 4 વાગ્યા સુધી થયુ ન હતું.માંગુકીયાએ વધુમાં કહ્યું હતું કે જ્યા સુધી જે.કે.ભટ્ટ મહેસાણા શહેરમાં છે ત્યાં સુધી સરકાર કે તેમના અધિકારી" સાથે કોઇ જ ચર્ચા નહીં કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.સાથોસાથ આપવા પાત્ર ફરિયાદ પણ નહી અપાય.

આગળ વાંચો:  મહેસાણામાં અશાંત સ્થિતિ વિજાપુરથી મહેસાણા તરફના 137 રૂટો ટૂંકાવાયા
અન્ય સમાચારો પણ છે...