તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ કેસ: PM રિપોર્ટની સર્ટિફાઇડ કોપી ન આપો: સરકાર, કોર્ટે કહ્યું, આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: બલોલના ચોરીના આરોપી કેતન પટેલના કસ્ટોડીયલ ડેથ મામલે સોમવારે સરકાર પક્ષ તરફથી કોર્ટમાં એવી અરજી કરવામાં આવી હતી કે પીઅેમ રીપોર્ટની સર્ટીફાઇડ કોપી કેતનના પરિવારને આપવામાં ન આવે. જો કે આ સંબંધે શનિવારે કોર્ટે હુકમ કરેલો હોઇ કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી ન હતી અને સર્ટીફાઇડ કોપી આપવા હુકમ કર્યો હતો. અલબત્ત પીઅેમની સીડી પાટીદારોને આપવા અંગે આગામી 16મી એ હિયરિંગ રાખવાનો આદેશ અપાયો છે.

મહેસાણામાં બલોલના કેતન પટેલ અપમૃત્યુ કેસમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટની નકલની સર્ટિફાઇડ કોપી નહીં આપવા સોમવારે પોલીસ તરફથી ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. પરંતુ આ સંબંધે શનિવારે કોર્ટે હુકમ કરેલો હોઇ કોર્ટે આ અરજી ફગાવી સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ નકલો આપવા સૂચના આપી હતી અને સીડી આપવા અંગે 16મી એ હિયરીંગ રાખ્યું હતુ. પાટીદારો 11 વાગ્યાથી કોર્ટમાં પહોંચી ગયા હતા. દરમિયાન, જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે ફેર પીએમની સર્ટિફાઇડ નકલ આપવા સહિતના મુદ્દે કરેલી અરજી મુખ્ય સરકારી વકીલ ચંદનસિંહ રાજપુતે ચીફ જ્યુડિશિયલ જજ એમ.બી. બાજપાઇ સમક્ષ રજૂ કરી હતી જો કે, જજે ફેર પીએમની નકલો સંબંધે શનિવારે કોર્ટે હુકમ કરેલો હોઇ આ અરજી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
 
આગળ વાંચો: સીડી વિવાદ પાછળ સરકારની જૂથબંધી હોવાની ચર્ચા
અન્ય સમાચારો પણ છે...