મામલતદાર કચેરીમાં આવક, જાતિ સહિતના દાખલા સહી વિના પડી રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં ગત શુક્રવારથી અત્યાર સુધીમાં આવક, જાતિ સહિતના 80 દાખલા તૈયાર થઇને મામલતદારની સહીમાં મોકલાયા છે પણ ચૂ઼ંટણીમાં વ્યસ્ત મામલતદારને જાણે  ફુરસત જ ન મળી હોય એમ હજુ અરજદારોના દાખલા નિકળ્યા નથી. બીજી તરફ રોજબરોજ અરજદારો સેન્ટરમાં ધક્કા ખાઇ રહ્યા છે. મહેસાણા મામલતદારના એટીવીટી સેન્ટરમાં શુક્રવારથી અત્યાર સુધીમાં આવકના 41, શારીરીક અને શૈક્ષણિક પછાત, ઉમર અધિનિવાસ 5, સિનિયર સિટીઝન 8, ધાર્મિક લઘુમતીના 11, વિધવા 1, નોન ક્રિમીલીયર 3  મળી કુલ વિવિધ પ્રકારના દાખલા માટે અરજદારોએ ફોર્મ જમા કરાવ્યા છે. જ્યાં દાખલા તૈયાર થઇ ગયા પરંતુ એટીવીટીના ના. મામલતદાર ચૂંટણી ફરજમાં ગોઠવાયેલા હોઇ સેન્ટરે આવતા નથી.

 

આ સ્થિતિમાં એટીવીટીમાં છ દિવસ દરમિયાન જરૂરીયાતમંદ અરજદારોને હાલાકીઓ સર્જાઇ રહી છે. સામાન્ય રીતે અરજી કર્યાના બીજા દિવસે અરજદારને દાખલો મળી જતો હોય છે પરંતુ છેલ્લા છ દિવસથી આ કામગીરી સુષુપ્ત થઇ છે. ગુરુવારે એટીવીટીમાં આવેલા એક યુવા અરજદાર સ્મીત પટેલે કહ્યું કે, ડોમીસાઇલ માટે સોમવારે અરજી આપી હતી, મારા મિત્રએ શુક્રવારે આપેલી છે, આજે પ્રમાણપત્ર લેવા આજે બીજીવાર આવ્યા પણ હજુ તૈયાર થયુ નથી એટલે પછી ફરી અાવીશું.


આવી જ સ્થિતિ મહેસાણા જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીએ જોવા મળી હતી. ડીએલઆરઆઇ અધિકારી ખેરાલુમાં વિધાનસભા ચૂ઼ંટણી ફરજમાં મૂકાયા છે તેમની સાથે કેટલાક સર્વેયરની ટીમ પણ ચૂ઼ટણી ફરજમાં મુકાયા હોય કચેરીએ રીસર્વે વાંધામાં જમીન માપણી નિકાલની કામગીરી મંથરગતિએ આવી ગઇ છે.એમાયે છેલ્લા અઠવાડીયાથી નોધાયેલ જમીન માપણીની અરજીઓનું હજુ ઠેકાણુ પડ્યુ હતું. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...