તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં નીતિનભાઇ પટેલ V/S જીવાભાઇ પટેલ, વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: મહેસાણા બેઠક પર સોમવારે અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ  ફોર્મ રજૂ કર્યા હતા. આ પહેલાં બંને ઉમેદવારોએ જાહેરસભા કરી ટેકેદારો સાથે વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતું. નેતાઓએ વિવિધમંદિરોમાં જઇ દેવદર્શન પણ કર્યા હતા.


શહેરના મોઢેરા રોડ સ્થિત વિમલ પાર્ટી પ્લોટમાં સભા પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ફોર્મ ભરાવવા માટે ખાસ ઉપસ્થિત રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પી.પી.ચૌધરી સાથે બપોરે 1 વાગ્યા બાદ ખુલ્લી જીપમાં સવાર થઇ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા રવાના થયા હતા. મોઢેરા સર્કલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી બાદ ફુુવારા રોડ પર ર્ડા.બાબાસાહેબ આંબેડકર અને આત્મારામ કાકાની પ્રતિમાને ફુલહાર કરી તેજ રૂટ પર તોરણવાળી માતાજીના મંદિર અને ગણપતિ મંદિરે માથુ ટેકવી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને બપોરે 1.58 વાગે ઉમેદવારી પત્ર નોંધાવી હતી.
   

જ્યારે  કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલની સવારે 10 વાગ્યે મોઢેરા હાઇવેથી કાર્યકરોની જંગી રેલી નીકળી હતી. જે રૂટમાં આવતી સરદાર પટેલ સહિત પાંચેય મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર કરી, ગણપતિ મંદિર દર્શન કર્યા હતા. બાદમાં તેમણે બપોરે 12 .15 વાગ્યે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી ચૂ઼ંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર નોંધાવ્યું હતું. આ સમયે પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, સાગર રાયકા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં તેમણે પિલાજીગંજ કાર્યાલય ખાતે સભા 
સંબોધી હતી.

 

 મહેસાણામાં ફોર્મ ભરવા જતી વખતે વિશાળ સરઘસ યોજી ભાજપ-કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું

 

સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઇ મહેસાણા શહેરમાં રાજકીય પક્ષોના સરઘસો નીકળ્યા હતા. ભાજપના ઉમેદવાર નીતિન પટેલ મોઢેરા રોડ પરના વિમલ પાર્ટી પ્લોટમાં સભા બાદ ખુલ્લી જીપમાં સવાર ફોર્મ ભરવા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલની પણ મોઢેરા હાઇવેથી વિશાળ રેલી નીકળી હતી.

 

(તસવીરો : પ્રમોદ શાહ, મહેસાણા)

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો... મહેસાણામાં ભાજપ અને કોગ્રેસ બંનેના ઉમેદવાર કરોડપતિ

અન્ય સમાચારો પણ છે...