આરોપીઓની ધરપકડ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: વિસનગરના વેપારીના આપઘાત પ્રકરણમાં આરોપીઓની ઘટનાના એક મહિના બાદ પણ ધરપકડ  થઈ નથી. ગુરુવારે રાજપૂત સમાજે પોલીસવડાને આવેદન આપી આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર કેસ પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે. મૂળ રાજસ્થાનના અને 10 વરસથી વિસનગરમાં સ્થાયી થયેલા મહેન્દ્રસિંહ ચંપાવતે ગત 7 નવેમ્બરે ભાગીદારોએ હિસાબ આપવાનું ટાળી આર્થિક નુક્સાન પહોંચાડી દેવાદાર બનાવી દેતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

 

વિસનગર વેપારીએ ભાગીદારોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો

 

આપઘાત પૂર્વે તેણે લખેલી ચિઠ્ઠીના આધારે મૃતકની પત્ની બેબીકુંવરે વિસનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ ભાગીદારો વિરોધ દુષ્પ્રેરણની ફરિયાદ આપી હતી. બનાવને એક મહિના થવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતાં ગુરુવારે રાજપૂત સમાજના આગેવાનોએ મૃતકના પત્ની બેબી કુંવરને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે આરોપીઓની ધરપકડ નહીં થાય તો રાજપૂત સમાજ આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...