પત્ની પર એસિડથી હુમલો કરનારા પતિને 10 વર્ષની કેદ,10 હજાર દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

મહેસાણા: બે વર્ષ પૂર્વે લગ્નના માત્ર અઢી મહિનામાં ઉભા થયેલા વિખવાદ વચ્ચે પત્ની પર એસિડ હુમલો કરનારા પતિને મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય 5 વ્યક્તિઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. વિસનગરના ભાલક ગામના વતની અને મહેસાણામાં સ્થાયી થયેલા સંજયગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામીના લગ્ન સાંગણપુરની નેહા ગોસ્વામી સાથે 3 મે, 2015ના રોજ થયા હતા. લગ્નના માત્ર અઢી મહિનામાં ત્રાસ ગુજારવાનું શરૂ થયું હતું. ગત 17 જુલાઇ, 2015ના રોજ પતિ કામ કરતો ન હોઇ દહેજ પેટે રૂ.5 લાખ લઇ આવવાનું કહી પતિ અને સાસરિયાંએ નેહા ઉપર એસિડ રેડ્યો હતો.

 

પિયરમાંથી પાંચ લાખ લાવવા કહી ત્રાસ અાપતા હતા

 

આથી બચવા માટે ભાગવા જતા તેના પગ પર એસિડ પડતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી. જે અંગે નેહા ગોસ્વામીએ મહેસાણા એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં પતિ સંજયગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી, કૃણાલગીરી ગોસ્વામી, રાજેન્દ્રગીરી ગોસ્વામી સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એ. જોષી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ભરતકુમાર જી.પટેલની દલીલો અને પૂરતા પુરાવાને ધ્યાને લઇ કોર્ટે કલમ 326 (એ) મુજબ સંજયગીરી ગોસ્વામીને 10 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...