• Gujarati News
  • The Next Day The Rain In The North Gujarat: Farmers Came To The Celebration

બીજા દિવસે પણ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર: ખેડૂતો આવ્યા ગેલમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઉત્તર ગુજરાતમાં વરસાદની હેલી : હિંમતનગરમાં 5 ઇંચ
- પ્રાંતિજમાં 6, ભિલોડામાં સાડા ચાર, ખેડબ્રહ્મામાં 4, ઇડરમાં 3 અને મોડાસા-બાયડમાં અઢી ઇંચ
- રાજસ્થાનના વરસાદથી ધાનેરામાં પુરનું સંકટ
-પાટણ જિલ્લામાં ત્રણ દિવસ મેઘમહેરથી વાતાવરણ ઠંડુગાર
- સિદ્ધપુરમાં વરસાદથી ઝાડ, વીજતાર તૂટી જતાં યુવકનું મોત , 17નો બચાવ
ભાસ્કર ટીમ મહેસાણા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાયો. આજ સવાર સુધી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘ મહેર થઈ છે. જ્યારે મેધો મન મુકીને વરસતા ખેડુતો ગેલમાં આવી ગયા છે.
- વરસાદની હેલી : હિંમતનગરમાં 5 ઇંચ
- પ્રાંતિજમાં 6, ભિલોડામાં સાડા ચાર, ખેડબ્રહ્મામાં 4, ઇડરમાં 3 અને મોડાસા-બાયડમાં અઢી ઇંચ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે હેલી થઇ છે. સોમવારે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં 150, હિંમતનગરમાં 125 અને ખેડબ્રહ્મામાં 100 મીમી કરતા વધુ વરસાદ પડયો હતો. જેના કારણે સરકારી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી રહી હતી. હિંમતનગરમાં પણ સતત વરસાદ પડતા સાંજના સુમારે ટાવર રોડ ભરાયેલા વરસાદી પાણીને કારણે પર ટ્રાફિક વધી ગયો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતા. જિલ્લામાં અત્યાર સુધી 52 ટકા વરસાદ પડયો હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયુ છે.

પોશીના/લાંબડીયા : પોશીના અને લાંબડીયા પંથકમાં દેલવાડા, મામાપીપલા, આંજણી, દંત્રાલ સહિતના અન્ય સ્થળે સતત પડી રહેલા વરસાદને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી રહેતા વેપારીઓ નવરાધૂપ બની ગયા છે. શાળાઓમાં પણ બાળકો ઓછા આવ્યા હતા. પોશીના પાસેથી પસાર થતી સેઇ નદીના ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે પોશીનાથી દેલવાડા અને લાંબડીયા જતો માર્ગ બંધ થઇ ગયો હતો. જોકે વરસાદને કારણે કોઇ નુકશાન થયુ નથી. તેમજ ઇડર તાલુકાના કપોડા ગામે વરસાદને કારણે પીપળાનું ઝાડ ધરાશયી થઇ જતા ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા અંધારપટ છવાઇ ગયો હતો. લાંબડીયામાં આવેલા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. ગામમાં ગટર લાઇનની વ્યવસ્થા ન હોવાને કારણે પાણીનો નિકાલ થઇ શકયો નથી. સરપંચ માલજીભાઇ તરાલના કહેવા મુજબ ગટર લાઇન માટે નાણાં મંજૂર થઇ ગયા હતા. પરંતુ વહીવટી મંજુરી મળ્યા બાદ તેનું કામ આગામી દિવસોમાં શરૂ થશે.
પ્રાંતિજ/તલોદ : પ્રાંતિજ અને તલોદમાં સીમાડામાં પાણી ભરાઇ ગયા હતા. ગેડ પાસેથી પસાર થતી હાથમતીમાં પૂર આવ્યુ હતું.

શામળાજી : શામળાજી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 171 મીમી વરસાદ નોંધાયો હતો. મેશ્વો ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મેશ્વો ડેમમાં પાણીની આવક થતાં સોમવારે સાંજે ડેમની સપાટી વધી છે. તેમજ વિશ્રામગૃહ પાસે પાણી ભરાઇ જતા તેનો પંપ દ્વારા નિકાલ કરવાની ફરજ પડી હતી. કેટલાક ઠેકાણે ડુંગરોનું ધોવાણ થતાં પથ્થરો નીચે ધસી આવ્યા હતા.
વિજયનગર : વિજયનગર તાલુકામાં 58 મીમી વરસાદ પડ્યો હતો. જેની સાથે તાલુકામાં મોસમનો કુલ 302 મીમી વરસાદ થયો છે. રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કઠવાવડી, ભાંખરા, ટોલડુંગરી, ખેરવાડા, વણજ નજીક રસ્તા પર ઝાડ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...