તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાશે, મોટાભાગની સર્વે કામગીરી પૂર્ણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા:કેન્દ્રના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દેશભરમા નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઉભુ કરી તમામ ગામડાઓને હાઇસ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે રાજ્યમા તેની સર્વે કામગીરી શરૂ થઇ ગઇ છે. રાજ્યના 50 ટકા ગામડાઓમા ઓપ્ટિકલ ફાઇબર જમીનની અંદર જ્યારે 50 ટકા ગામડાઓમા વિજકંપનીના વિજપોલ ઉપર લગાવવામા આવશે. આ માટે રાજ્યની ચાર વિજકંપનીઓએ મોટાભાગની સર્વે કામગીરી પૂર્ણ કરી લીધી છે જ્યારે 50ટકા કામગીરી કરનાર રેલટેલે પણ જમીનની અંદર ઓપ્ટિકલ કેબલ લગાવવાનો સર્વે શરૂ કરી દીધો છે.
આંધ્રપ્રદેશ બાદ ગુજરાત રાજ્યમા કામગીરી શરૂ
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને મળેલી સુચનાને આધારે આગામી એક વર્ષની અંદર તાલુકા કચેરી અને કુલ 13714 ગ્રામપંચાયતોને હવે કોપર કેબલને બદલે ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવામા આવશે. ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત દેશભરની ગ્રામપંચાયતોને હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાના હેતુસર આંધ્રપ્રદેશ બાદ ગુજરાત રાજ્યમા પણ તેની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. આ માટે ચાર વિજકંપનીઓ અને રેલટેલને 50-50ટકા પ્રમાણે કામગીરી સોંપવામા આવી છે.જેમા વિજકંપનીઓએ અત્યાર સુધી 800 ગ્રામપંચાયતોને બાદ કરતા તમામ ગ્રામપંચાયતોનુ સર્વે પૂર્ણ કરી લીધુ છે.
70 હજાર કિમી લંબાઇનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ વપરાશે
જ્યારે રેલટેલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાની સર્વે કામગીરી મોટાભાગની પૂર્ણ કરી દેવામા આવી છે. રાજ્યની તમામ પંચાયતોને આ નેટવર્કથી જોડતા સરેરાશ 70 હજાર કિમી લંબાઇનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ વપરાશે. આ નેટવર્કથી હાલમા પંચાયતોને મળી રહેલી ઇન્ટરનેટની સ્પીડ ડબલથી પણ વધી જશે. આ સમગ્ર કામગીરી માટે રાજ્ય સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ એક એજન્સી નિયત કરશે અથવા નેટવર્ક કંપની ઉભી કરશે જે કોઇપણ સર્વિસ પ્રોવાઇડર સાથે રહી તમામ તાલુકા અને ગ્રામપંચાયતો સહિત તમામ સરકારી ઇન્સ્ટીટ્યુટને 24કલાક હાઇસ્પીડ નેટ કનેક્ટિવીટી પૂરી પાડશે.

વિજકંપનીઓએ કેવી રીતે કર્યુ સર્વે
કેટલાક ગામો માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ વિજકંપનીના પોલ ઉપરથી પસાર કરવાનો હોઇ ક્યાં અને કેટલા વિજપોલ હોવા સહિતની સર્વે કામગીરી કરવા દરેક વિજકંપનીઅોએ જીપીએસ આધારિત એક મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી જેનાથી દરેક વિજપોલ સુધી પહોંચવુ સરળ બની ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમા 13લાખથી પણ વધુ વિજપોલ છે.

કેવી રીતે જોડાશે ગ્રામપંચાયતો
ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક માટે રાજ્યમા ચાર મુખ્ય સેન્ટર બનશે જે દરેક જિલ્લા સુધી કેબલ કનેક્શન આપશે. જિલ્લાસ્તરેથી દરેક તાલુકા પંચાયતને જશે અને ત્યાંથી ગ્રામપંચાયતો અને ગામની અન્ય સરકારી કચેરીઓમા કેબલ પહોંચશે.
કયા જિલ્લામા અંડર ગ્રાઉન્ડ અને કયા જિલ્લામા વિજપોલ ઉપર લાગશે કેબલ
અંડર ગ્રાઉન્ડ કેબલવાળા જિલ્લા

-પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છ, આણંદ, ખેડા, ભરૂચ, નવસારી, ડાંગ
વિજપોલ પર લાગનાર કેબલવાળા જિલ્લા

-બનાસકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, વાપી
આગળની સ્લાઇડમાં વાંચો,આંધ્રપ્રદેશ સરકારે રહીશોને રૂ.150મા આપ્યુ અનલિમિટેડ વાઇફાઇ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો