પેઈન્ટિંગમાં PM મોદીનું વડનગર લાગે કંઈક ‘હટકે’: જુઓ અદતભુત તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર: ગુજરાત કલાપ્રતિષ્ઠાનની 11મી રાષ્ટ્રીય કલાશિબિર મહેસાણા જીલ્લાના વડનગર ખાતે યોજાયું હતું. જેમાં પ્રથમ દિવસે વૈભવી વડનગરની ભવ્ય ભાતીગળ લોકસંસ્કૃતિની 242 કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં  અલગ-અલગ પ્રકારનું પેઈન્ટિંગ તૈયાર કરવા માટે કલાકારો ઉત્સુક હતા. આ કલાકારોની વડનગરના અલગ-અલગ જગ્યાના પેઈન્ટિંગ તૈયાર છે જે જોઈને અદભુત લાગે છે.  
 
ગુજરાત કલાપ્રતિષ્ઠાનની 11મી રાષ્ટ્રીય કલા શિબિરનો ઉદ્ઘાટન સમારોહ વડનગર ખાતે સોમાભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સમગ્ર રાષ્ટ્રમાંથી આ આર્ટ કેમ્પમાં 100 ચિત્રકારો જોડાયા હતાં. રાષ્ટ્રીય કલાશિબિરનું ઉદ્ઘાટન ગુજરાત સંસ્કાર ભારતીના અધ્યક્ષ રાજૂજી પરમાર અને વડનગર કેળવણી મંડળના મંત્રી દલસુખભાઇ પટેલે કર્યું હતું. દરેક કલાકારોને ગુજરાત કલાપ્રતિષ્ઠાન તરફથી સ્કેચબુક, બેલ્ટ અને ટોપી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત કલાપ્રતિષ્ઠાનની કલાપ્રવૃતિની સરાહના કરીને અભિનંદન પાઠવ્યા હતા.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...