તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા:સેરથા ચોકડી નજીક ફાર્મ હાઉસ પાસેથી 24 જુગારી 4.33 લાખની રોકડ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
મહેસાણા:કડીના સેરથા ચોકડી નજીક આવેલ સન બિરલ ફાર્મ હાઉસના વરંડા નજીક ચાલતા જુગારધામ પર બુધવારે બાવલુ પોલીસે રેડ કરી રોકડ,મોબાઇલ,કાર મળી કુલ રૂ 11.59 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ અને કડીના કુલ 24 જુગારીઓને ઝડપ્યા હતા.બાવલુ પોલીસે ગુનો નોધયો હતો. સન બિરલ ફાર્મ હાઉસના વરંડા પાસે અમદાવાદ અને કડીના મોટાગજાના જુગારીઓ ભેગા મળી મસમોટો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે બાવલુ પોલીસે બુધવારે સાંજે અહી ઓચિંતી રેડ કરી હતી.
મોટી સંખ્યામાં જુગારીઅો હોઇ પોલીસે જુગારધામને ચારે બાજુથી કોર્ડન કરેલ હોઇ જુગારીઓના ભાગવાના પ્રયાશો નિષ્ફળ રહ્યા હતા.પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 4.33.780,રૂ 26હજારના 9 મોબાઇલ,રૂ 7 લાખની 3 કાર મળી કુલ રૂ 11.59.780ના મુુદ્દામાલ સાથે 24 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.આ અંગે બાવલુ પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોધીને તપાસ હાથધરી છે.
જુગાર રમતા ઝડપાયેલા નબીરાઓ
- મયંક મધુસુદન શર્મા રહે એકતા એવન્યુ,અમદાવાદ
- દશરથભાઇ બેચરભાઇ પટેલ રહે.વસ્ત્રાલ,અમદાવાદ
- વૈષ્ણવ મીલીન સુનિલભાઇ રહે.શ્રીજી એપાર્ટમેન્ટ,પંચવટી,આંબાવાડી રોડ.અમદાવાદ
- રાજુભાઇ વસંતભાઇ પટેલ રહે.સત્યમસોસાયટી.બાવળા
- મહેન્દ્ર અંબાલાલ પટેલ રહે.એલિસબ્રીજ,અમદાવાદ
- વિષ્ણુભાઇ બચુભાઇ પટેલ રહે.થોળ
- નરેશ રમેશભાઇ ઠક્કર રહે.જવાહરનગર સોસાયટી,બાવળા
- દિનાન કાસમ મજનુભાઇ રહે.અગોલ તા.કડી
- રસીક જીવણલાલ શાહ રહે.સેજપુર બોઘા અમદાવાદ
- કિરણ નટવરભાઇ શાહ રહે.બાપુનગર.અમદાવાદ
- શબ્બીર હુસેન સુલેમાન ઘાંચી રહે.અમદાવાદ
- છત્રસિંહ નારણસિંહ પુવાર રહે.રાયપુર.લાલદરવાજા,અમદાવાદ
- હેમંત ગૌતમભાઇ પટેલ રહે.ચોલા અમદાવાદ
- પરેશ હિતેશભાઇ પટેલ રહે.ખાટવાસ,કડી
- પવન મુકેશ ગાંધી રહે.રાયપુર અમદાવાદ
- રામચંદ્ર સોમાભાઇ પ્રજાપતિ રહે.દરિયાપુર,અમદાવાદ
- હસમુખભાઇ પ્રભુભાઇ ગર્ગ રહે.ઘાટલોડિયા,અમદાવાદ
- રમેશ પ્રાગજીભાઇ ચાવડા રહે.જીવરાજપાર્ક ,અમદાવાદ
- દાદુભાઇ ચંદુભાઇ મલેક રહે.આંબલિયારા
- સુમન ઉર્ફે બંગડી મોહનભાઇ કાગસીયા રહે.થોળા તા.કડી
- નટવરલાલ કુલીનભાઇ છબીયા રહે.નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે
- સજ્જનસિંહ અર્જુનસિંહ રાજપુત રહે.ગોપાલનગર,વાળીનાથચોક,અમદાવાદ
- દેવકરનભાઇ કરમસિંહભાઇ રબારી રહે.જેતપુર તા.કડી
- મલીક દાદુભાઇ ચંદુભાઇ રહે.આંબલીયારા તા.કડી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો