તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી 2 બાઇકર્સ ફરાર, કેમેરામાં કેદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાના રાધનપુર રોડ પર શુક્રવારે રાત્રે મહિલાના ગળામાંથી સોનાનો દોરો લૂંટી બે બાઇકર્સ ભાગી ગયા હતા. પાડા કેન્દ્રની ગલીમાં પ્રાર્થનાવિલામાં રહેતાં ગાયત્રીબેન મહેશભાઇ શુકલ શુક્રવારે રાત્રે 10 વાગે જમ્યા બાદ પડોશમાં રહેતાં મુન્નાબેન સાથે ચાલવા નીકળ્યા હતા. બંને પુષ્પક સોસાયટીના કોર્નર તરફ ચાલતાં જતાં હતાં, ત્યારે એક યુવાને અચાનક પાછળથી ગાયત્રીબેનના ગળામાં તરાપ મારી રૂ. 25 હજારનો સોનાનો દોરો તોડી બાઇક પર ભાગી ગયા હતા. અહીં પુષ્પક સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 20થી 22 વર્ષનાં બંને લુટારુ લુટારુ કેદ થયેલા હોઇ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે ગાયત્રીબેન શુકલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો