વિજાપુરમાં દીકરીને વળાવતી વેળાએ ધીંગાણુ : 12 ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અથડામણ થતાં અગિયાર સામે રાયોટીંગનો ગુનો નોંધાયો
- વિજાપુરના ખાણુંસા ગામનો બનાવ
વિજાપુર: વિજાપુરના ખાણુંસા ગામે ઠાકોર સમાજના એક લગ્ન પ્રસંગમાં દીકરી વળાવવાની બાબતમાં એક જ કુટુંબના ભાઈઓ વચ્ચે અથડામણ થતાં અગિયાર સામે રાયોટીંગનો ગુનો નોંધાયો છે. એક જ કુટુંબના ભાઈઓમાં થયેલ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા હતા જેમાંથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ અને સાત લોકોને નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાંથી સાત લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. ખણુંસા ગામે કૌટુંબીક લગ્ન પ્રસંગમાં દિકરીને વળાવવાના સમયે હાજર રહેવા જેવી નજીવી બાબતમાં બખેડો ઉભો થયો હતો. અને જોતજોતામાં બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને એક જ કુટુંબના ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બાર લોકો ઘાયલ થતાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા અને ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઇ
1 ઠાકોર લાલાજી સમરાજી
2 સુરેશજી છનાજી, 3 શૈલેષજી
4 શંકરજી ફકીરજી
5 ઝાલા મનીષજી
1 ઠાકોર રજુજી છગાજી,
2 અમીતજી પોપટજી
3 રમેશજી વિજયજી
4 વિજયજી અમીતજી
5 અજીતજી કેશાજી
6 લાલાજી રમેશજી,
અન્ય સમાચારો પણ છે...