મહેસાણાની એસિડ એટેક પીડિતાને ન્યાય અપાવવા પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: એસિડ એટેકની ભોગ બનેલી યુવતીને સહાયના બે લાખનું ચુકવણું સરકાર દ્વારા આજદીન સુધી ન કરાતા એબીવીપી દ્વારા નાગલપુર કોલજની સામે ચક્કાજામ કર્યો હતો. જો કે, શહેરની બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતાં કાર્યકરોને હટાવી ટ્રાફિક સામાન્ય કર્યો હતો.

વર્ષ 2016ના ફેબ્રુઆરીમાં નાગલપુર કોલેજમાં અેસિડ એટેકની ભોગ બનેલી યુવતીની સારવાર માટે  જે તે સરકાર દ્વારા રૂ.3 લાખની સહાય જાહેર કરાઇ હતી. એક વર્ષથી વધુનો સમય વિત્યા બાદ પણ યુવતીને તેમાંથી બે લાખની સહાય હજુ યુવતીને ચૂકવાઇ નથી. જેને લઇ એબીવીપી સાથે મળી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજુઆત કરી અનેક કાર્યક્રમો કરવા છતાં આ મામલે તંત્ર ઉદાસ છે. જેથી આજે સવારે એબીવીપીના 100 થી વધુ કાર્યકરોએ શહેરની કોલેજની સામેના મુખ્ય માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો. ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ કાફલો દોડી આવતાં કાર્યકરોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક સામાન્ય બન્યો હતો.

ન્યાય નહી મળે તો આંદોલન ઉગ્ર બનશે :
એબીવીપી એસિડ અેટેકની ભોગ બનેલી પિડીતાને સહાયની પુરેપુરી રકમ આજદીન સુધી ન ચુકવાતા અત્યાર સુધી શાંતિમય સ્થિતીમાં રજુઆતો કરવામાં આવી છે. પરંતુ હવે સહાયના પુરેપુરા બે લાખની રકમ નહી ચૂકવાય ત્યાં સુધી એબીવીપી ઉગ્ર કાર્યક્રમો કરશે. જેમાં પુતળા દહન, સરકારી કાર્યક્રમોનો બહિસ્કાર, વિરોધ તેમજ ઘેરાવો કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...