તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેતન પટેલ અપમૃત્યુ કેસમાં સીબીઆઇ તપાસની માંગ કરીશું: અશોક ગેહલોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: પાટીદાર યુવાનના અપમૃત્યુ પ્રકરણમાં શનિવારે સાંજે સીવીલ પહોચેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજસ્થાનના પૂર્વ મુંખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે મૃતકના પરિવાર અને પાટીદારોને મળીને આશ્વાસન આપ્યા બાદ સમગ્ર કેસના મામલે બે દિવસમા ગર્વનરને મળી સીબીઆઇ તપાસની માંગણી કરશે તેવુ જણાવ્યું હતું.

- મૃતકના પિતાએ કહ્યું પુત્રના મોત સામે ન્યાય જોઇએ

કેતન પટેલના મૃત્યુમાં રાજકીય રંગ આવ્યો છે.ભાજપના કોઇ નેતા સીવીલમા ફરક્યા નથી ત્યારે કોગ્રેસના પ્રદેશથી લઇને સ્થાનીક આગેવાનો પાટીદારો સામે આવી રહ્યા છે.આ સંજોગોમા શનિવારે બપોરે 3.50 વાગ્યે સીવીલ જઇ પહોચેલા પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ કોગ્રેસ પ્રમુખ  ભરતસિંહ સોલંકી મૃતકના પિતા અને આગેવાનોને મળીને કેસની વિગતો મેળવી હતી. જેમા 20 મીનીટની ચર્ચા દરમિયાન મૃતકના પિતાએ પુત્રના મોત આપનારાઓ સામે ન્યાય જોઇએ તેવુ સ્પષ્ટ કર્યુ હતું.

મૃતકના પરિવારની મુલાકત સંબધે પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે,યુવકની પોલીસ કસ્ટડીમા મોતની ઘટના છતા સરકારની ઉંઘ ઉડતી નથી. સરકાર સત્તાના અહમ અને ઘમંડમા ચાલી રહી છે.જ્યા બોડી પડી છે ત્યા કુલીગ નથી અને જ્યાશે કુલીમ માટેનું મશીન આપવાની વાત છે ત્યારે તેની મંજૂરી મળતી નથી. આનાથી વધારે દુ:ખની બાબત શું હોઇ શકે.જે પોલીસે હત્યા કરી છે તેની તપાસ કરી હત્યાનો ગુનો દાખલ કરી સીબીઆઇ તપાસની માંગણી કરાશે.
અન્ય સમાચારો પણ છે...