• Gujarati News
  • Dead Declared Aged Man Go Heaven And Meet Her Death Friend

પુનર્જન્મ: 'મેં સ્વર્ગમાં મારા મિત્ર શંકરને જોયો', શ્વાસની તકલીફ દૂર થયાનો દાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મૃત્યુ ખુબજ કષ્ટ દાયક હતુ..પરંતુ દશ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલો મારો લંગોટીયો મિત્ર શંકર મને મળ્યાની ખુશી છે પરંતુ તેની સાથે વાત ન થયાનો રંજ છે.હજુ મારે વધુ 5વર્ષ જીવી અધુરા સતકાર્યો પૂર્ણ કરવાના છે તેવુ પુન: જીવન મેળવનાર બોકરવાડાગામના ગણેશદાદાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
-'મૃત્યુ ખૂબ જ કષ્ટદાયક હતું, પણ મૃતક લંગોટિયો મિત્ર મળ્યાની મને ખુશી છે'
- મૃત જાહેર થયાના 11 કલાક પછી પુન:જીવિત થયેલા વૃદ્ધ પોતાનો અનુભવ વર્ણવે છે
- બોકરવાડાના ગણેશદાદાને હજુ 5 વર્ષ જીવવાની ઇચ્છા

મૃત જાહેર થયાના 11 કલાક બાદ પુન: જીવિત થયાની આશ્ચર્યજનક ઘટનાને પગલે 77 વર્ષના ગણેશદાદા માત્ર ગામમાંજ નહી પરંતુ પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે.તબીબે મૃત જાહેર કર્યા બાદ ગંગાજળ પિવડાવવા સહિતની વિધિની સાથે તેમના અગ્નિસંસ્કારની તમામ તૈયારીઓ વચ્ચે પુન: જીવન મેળનાર ગણેશદાદા મૃત્યુના 11 કલાક દરમિયાન અનુભવેલ ક્ષણોને શબ્દોમાં ઉતારતા જણાવ્યું હતું કે,મૃત્યુની વેળા ખુબ જ દુ:ખદ હતી. મારો પ્રિય મિત્ર શંકર પણ મને મળ્યો હતો.જોકે, શંકર સાથે વાત કરી શક્યો નોહતો.
પુન: જીવન ચાર્જેબલ બન્યું
શરીરે અશક્ત ગણેશદાદાને બીડીનું વ્યસન હોઇ લાંબા સમયથી તેમણે શ્વાસની બિમારી હોવાનું કહેતા તેમના પુત્ર દશરથભાઇ પટેલે જણાવ્યું હતું કે, દશ ડગલા ચાલતા જ પિતાને શ્વાસ ચઢી જતો હતો પરંતુ પુન: જીવન મેળવ્યા બાદ તેમની શ્વાસની બિમારી આપોઆપ ગાયબ થઇ ગઇ છે.
પુન: જીવન સાથે જ બીડી માંગી
11 કલાકની ચિંર નિંદ્રામાંથી બહાર આવતા જ ગણેશદાદાએ તેમના પુત્રને નજીક બોલાવીને મારે બીડી પીવી છે તેમ કહેતા જ હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.આળસ મરડીને ઉભા થયેલા વૃધ્ધનો તેમની પુત્રીઓ અને તેમના જીયાણામાં જીવ હોઇ પરત આવ્યા હોવાનું કુંટુબીઓનું માનવું છે.
આગળ વાંચો, જીવિત છે કે કેમ તેની ચકાસણી : ટાલ પર સળગતી દીવાસળી ચાંપી, મેડિકલ સાયન્સ માટે ચેલેન્જરરૂપ કિસ્સો
આ પણ વાંચો