તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: કડી કાલોલ રોડ અજાણ્યા શખ્સોએ 3 બસમાં આગ ચાંપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા/કડી : ઉનાના સમઢિયાળામાં દલિત ઉપર થયેલા અત્યાચાર બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા દલિતોના આક્રોશથી ઉત્તર ગુજરાત પણ બાકાત રહ્યું નથી. મહેસાણાના કડીમાં ગુરૂવારે દલિતોની મૌન રેલી કાઢી હતી. આ રેલીના દોઢ કલાક બાદ તોફાની તત્વોએ એસટી બસો પર પથ્થરમારો કરીને ત્રણ બસોને આગ ચાંપી દેતાં પોલીસ દોડતી થઇ હતી. અરવલ્લીના મોડાસામાં બુધવારે દલિતોની રેલી દરમિયાન બે વેપારીઓને માર મારવાના અને તોડફોડ કરવાની ઘટનાના વિરોધમાં ગુરૂવારે શહેર સજ્જડ બંધ રહ્યું હતું. પાટણમાં વકીલોએ રેલી કાઢીને દલિતો પરના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઠેકઠેકાણે નાની-મોટી રેલીઓ કાઢીને આવેદનપત્રો પણ અપાયાં હતાં.ચાણસ્મામાં દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી લખાતાં રોષ ફેલાયો હતો.
ઘટનાને પગલે કડીમાં પોલીસનો કાફલો ઉતારી આવ્યો
કડી ખાતે ગુરૂવારે બપોરે દલિત સમાજ આયોજીત શાંતિ પૂર્વકની મૌનરેલીના દોઢ કલાક બાદ કડીના છત્રાલ રોડ પર મધુસુદન ફેકટરી નજીક અને દેત્રોજરોડ પર બલાસર કેનાલ પાસે સમ્યાંતરે 3 એસટી બસો પર પથ્થરમારા બાદ આગચંપીની ઘટનાને પગલે વાતાવરણ ડહોળાયું હતું. આ ઘટનાને પગલે કડીમાં પોલીસનો કાફલો ઉતારી આવ્યો હતો. સ્થાનિક પોલીસે બાઇકો પર આવેલા અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરૂધ્ધ સરકારી મિલ્કતને નુકશાન કરવા સંબધે વિવિધ 2 ફરિયાદો નોંધી તોફાનીઓને ઝડપી લેવા કવાયત હાથધરી છે.
દલિત સમાજની મૌનરેલી કડીના આંબેડકર ચોકથી મમાલતદાર કચેરી પહોચી

દલિત અત્યાચારના વિરોધમાં દલિત સમાજ દ્વારા ગુરૂવારે બપોરે 11.30 કલાકે આયોજીત મૌનરેલી કડીના આંબેડકર ચોકથી મમાલતદાર કચેરી પહોચી હતી. અહી કલેકટરને આવેદનપત્ર આપી વિસર્જીત રેલીના લગભગ દોઢ કલાક બાદ છત્રાલરોડ પર મધુસુદન ફેકટરી પાસેથી પસાર થઇ રહેલી એસટી બસ પર બાઇક પર આવેલા 30થી 40 વ્યક્તિઓના ટોળાએ અચાનક કરેલા પથ્થરમારાને પગલે ડ્રાઇવરે સ્ટ્રીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી, જ્યારે બીજીબાજુ પથ્થરમારાથી બચવા સીટની નીચે ઘૂંસી ગયેલા મુસાફરોને નીચે ઉતારી ઉશ્કેરાયેલા ટોળાએ જવલદ પ્રવાહી નાખી એસટી બસ સળગાવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ટોળાએ 2 એસટીબસો પર પથ્થરમારો કરી સળગાવી

કડીના દેત્રોજરોડ પર બલાસર કેનાલ નજીક ઉશ્કેરાયેલા ટોળાએ 2 એસટીબસો પર પથ્થરમારો કરી સળગાવી દેવાની ઘટનાને પગલે તંગદિલીને કારણે અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા લાંઘણજ,નંદાસણ પોલીસ અને એલસીબી,એસઓજી પોલીસનું ચુસ્ત પેટ્રોંલિગ હાથ ધર્યુ હતું. કડી પોલીસે અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરૂધ્ધ સરકારી મિલ્કતને નુકશાન કરવા સંબધે વિવિધ 2 ગુના નોધી તપાસ શરૂ કરી છે.

હુમલાખોરોએ બાઇકના નંબર છુપાવી દીધા હતા

દલિત સમાજની રેલીને પગલે કડી શહેર વિસ્તારમાં પોલીસ બદોબસ્ત જ નહી પરંતુ પેટ્રોલિંગ ચાલુ કરી અહી ઘટનાને અંજામ આપવાનું ટાળી અજાણ્યા શખ્શોએ શહેર બહારના ગ્રામીણ વિસ્તારના માર્ગોને પસંગ કર્યા હતા અને અહી બહુચરાજી,રાધનપુર અને કલોલ ડેપોની એસટી બસોને સળગાવી વાતાવરણ ડહોળ્યું હતું.કહેવાય છે કે, દલિત આંદોલનની આડમાં ચોક્કસ તત્વોએ શહેરની અશાંતિ ડહોળવાનો પ્રયાશ કર્યો હતો.

ભયના ઓથાળ વચ્ચે મુસાફરો અટવાયા

ડીમાં 3 એસટીબસો પર થયેલા પથ્થરમારા અને આગચંપીની ઘટનાની સીધી અસર મુસાફરો પર પડી હતી. રાધનપુરના રાજેન્દ્રસિંહે જણાવ્યા મુજબ પથ્થરમારો કરનાર ટોળાએ જ્યારે બસની નીચે ઉતરવાનું કહ્યું ત્યારે મુસાફરો ધ્રૃજી ગયા હતા. જ્યારે મીનાબાએ જણાવ્યું હતું કે, પથ્થરમારાથી બાળકોને ઇજા ન થાય તે માટે સીટની નીચે બેસાડી દીધા હતા.ઘટનાના વિચાર માત્રથી ધ્રૃજારી ઉઠે છે.

પોલીસવડાની શાંતિ બનાવી રાખવાની અપીલ

કડીમાં 3 એસટીબસો સળગાવવા સંબધે 2 ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેતા મહેસાણા જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિકે તમામને શાંતિ જાળવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, કાયદો હાથમા ના લો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તૈનાત પોલીસને સહકાર આપો. દલિતોની મૌન રેલી બાદ 3 એસટી બસો સળગાવતા તંગદીલી સર્જાઇ એસટીબસો પર પથ્થર મારો કરી મુસાફરોને માર્ગમા ઉતારી દેતા રોષ બાઇકો લઇને આવેલા ટોળાના આગચાંપીના બનાવે પોલીસને દોડતી કરી મુકી છે.
મહેસાણા ડેપોથી રેલીના સમયે બસો નહીં ઉપડે !
મહેસાણાજિલ્લાના ઊંઝા, વડનગર અને બહુચરાજીમાં શુક્રવારે દલિત સમાજે રેલીનું આયોજન કર્યુ હોવાથી એસટી અને મુસાફરોની સુરક્ષાને લઇ મહેસાણા ડિવીઝને રેલીના સમય દરમ્યાન વાહનવ્યવહાર સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગત બુધવાર બાદ ફરી એકવાર આજે જિલ્લાના ઉંઝા, વડનગર અને બેચરાજી તાલુકા ખાતે દલિત સમાજ રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપશે. જેમા વડનગર અને બેચરાજીની સવારે 10 વાગ્યે રેલી હોવાથી સવારના 9થી બપોરના 12 વાગ્યા સુધી ડેપોથી ઉપડતી બસ બેથી ત્રણ કલાક વિલંબથી ઉપડશે તેમજ રસ્તા પરથી આવતી બસ નજીકના સ્ટેન્ડ કે ડેપોમા મૂકાવી દેવામા આવશે. તેવી જ રીતે ઉંઝાની રેલી બપોરે 2વાગ્યે હોવાથી બપોરના 1 વાગ્યાથી 4વાગ્યા સુધી બસ વ્યવહાર બંધ રાખવામાં આવશે. આના કારણે રોજીંદા મુસાફરોને આ સમય દરમ્યાન હાલાકી ભોગવવાનો વારો આવશે. ઉલ્લેખનીય છે કે વારંવારના તોડફોડ સહિતના નુકશાનથી બચવા એસટી નિગમ દ્વારા આખરે ઉગ્ર વાતાવરણમા બસોને અટકાવી રાખવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.
આજે આ ત્રણ જગ્યાએ દલિતોની રેલી
ઊંઝા શહેર-વડનગર-બહુચરાજી
આગળ ક્લિક કરીને વાંચો, વેપારીઓ પર હુમલાના વિરોધમાં મોડાસા સજ્જડ બંધ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો