તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસ્ટોડીયલ ડેથ: ઉપવાસ પર બેઠેલા કેતનના માતા સહિત ત્રણને બાટલા ચઢાવવા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: પાટીદાર યુવાનના અપમૃત્યુના ન્યાયની માંગણી સાથે શુક્રવારથી સીવીલમાં શરૂ થયેલા આમરણાંત ઉપવાસમાં 35થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા.જેમા મૃતકની મમ્મી સહિત 3 વ્યક્તિઓ ચક્કર ખાઇને પડી જતા બાટલા ચઢાવવા પડ્યા હતા.

કેતન પટેલના મૃત્યુંએ અનેક રહસ્યો સર્જયા છે ત્યારે ન્યાયની માંગણી સાથે શુક્રવારે સવારે 9 વાગ્યે કેતનની લાશ જ્યા પડી હતી તે કોલ્ડરૂમની સામે પાથરના પાથરીને વિજાપુરના ધારાસભ્ય પી.આર.પટેલ સહિત 35 પાટીદારો ઉપવાસ કાર્યક્રમમા જોડાયા હતા.જેમાં મૃતકની માતા રમીલાબેન,ફોઇ સુસીલાબેન પ્રવિણભાઇ અને પિતરાઇ બહેન રીના પટેલ ચક્કર ખાઇને પડી ગયા હતા.જેમને સારવાર માટે મહેસાણા સીવીલમા ખસેડ્યા હતા અને ગ્લુકોઝના બાટલા ચઢાવવામા આવ્યા હતા.

પુત્રના હત્યારા ઝડપાયા બાદ જ લાશ સ્વીકારીશ : પિતા
મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઇએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જવાબદારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયા બાદ તમામની ધરપકડ થયા પછી જ પુત્રના લાશને અગ્નિ સંસ્કાર આપીશ, ત્યાં સુધી લાશ લઇશું નહીં.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...