તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસ્ટોડિયલ ડેથ પ્રકરણ: ડોક્ટરોને 39 ઇજા જ કેમ દેખાઇ, ખોટો રિપોર્ટ કેમ બનાવ્યો? સણસણતો સવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  મહેસાણા તાલુકાના બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં રવિવારે પાટીદાર અગ્રણી એવા સિનિયર વકીલ બાબુ માંગુકિયાએ તંત્ર સામે સવાલો ખડા કરતાં જણાવ્યું કે, પ્રથમ વખત પોસ્ટમોર્ટમમાં 4 અનુભવી ર્ડાક્ટરોને 39 ઇજા જ દેખાઇ, કોની નજરે તે દેખતા હતા? પહેલા પોસ્ટમોર્ટમમાં 54ની જગ્યાએ 39 ઇજાઓ જુએ તે કોના કહેવાથી કોને બચાવવા રિપોર્ટ કરાયો? પ્રશાસન સામે ઉઠાવાયેલા આ સવાલોથી ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાબુભાઇ માંગુકિયાએ કહ્યું કે, પહેલા પોસ્ટમોર્ટમનું વજુદ અને કારણ આપો, કોના કહેવાથી, કોને બચાવવા ખોટી રીતે પીએમ રિપોર્ટ બનાવ્યો, તે જાહેર કરો. પ્રથમ અને રી-પોસ્ટમોર્ટમ બંનેની  વીડિયો સીડી માંગી છે. સોમવારે સવારે 11 વાગે મળશે, ફોરેન્સિક એકક્ષ્પર્ટ પાસે અભ્યાસ કરાવીને  સાંજે  ફરિયાદ કરીશું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોટાભાગે ખોટો ન થાય. આ ર્ડાક્ટર પાસે ખોટું કરાવાયું હોવાની આશંકા વ્યકત કરી હતી. 

આ કેસનો ચાર્જ આર. બી. બ્રહ્મભટ્ટને સોંપાયો
ઉલ્લેખનિય છે કે, એડી. ડીજી જે. કે. ભટ્ટની જગ્યાએ ચાર્જ આર. બી. બ્રહ્મભટ્ટને સોંપાયો છે. શનિવારે મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલ અને વકીલ માંગુકિયા દ્વારા જે.કે. ભટ્ટને આ કેસમાંથી દૂર રાખવા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી.
 
આગળ વાંચો: સિવિલ સંકુલમાં રવિવારે પણ ધમધમાટ : પાસ, એસપીજી, કોંગ્રેસ અને એનસીપી નેતાઓની મુલાકાત
 
અન્ય સમાચારો પણ છે...