તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: દૂધસાગર ડેરીની સામાન્ય સભાના ઠરાવો સામે સ્ટે,નોટિસ પાઠવી ખુલાસો મગાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા:દૂધસાગર ડેરીની 26મી જૂને મળેલી સામાન્ય સભામાં કરાયેલા ઠરાવોના આધારે નિયામક મંડળના સભ્ય પ્રધાનજી ઠાકોરને નોટિસ પાઠવી ખુલાસો મગાયો હતો. જે નોટિસને તેઓએ બોર્ડ ઓફ નોમિનિઝમાં પડકારતાં નોટિસ તથા સામાન્ય સભાના વિવિધ ઠરાવો પર 5મી ઓગસ્ટ સુધીનો હંગામી મનાઈ હુકમ ફરમાવાતાં વિવાદ થયો છે.છેલ્લા બે વર્ષથી ચૂંટણી, કૌભાંડ સહિત વિવિધ મુદ્દે વિવાદમાં રહેલા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 26મી જૂને મળેલી સામાન્ય સભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને દરવાજા પર જ રોકી હુમલો કરવાની ઘટના ચર્ચાસ્પદ બની હતી.
આ સામાન્ય સભામાં કસ્ટોડિયન કમિટીના સમયમાં ડેરીને કરોડોનું નુકસાન પહોંચાડાયું હોઈ કસ્ટોડિયન કમિટીના સભ્યો પાસેથી વસૂલાત કરવી, ત્રણ ચૂંટાયેલા સભ્યોને નોટિસ આપી ખુલાસો માગવો અને ખુલાસો સંતોષકારક ન હોય તો સભ્યપદેથી દૂર કરવા સહિત વિવિધ ઠરાવો કરાયા હતા. જે ઠરાવોના આધારે ડેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રધાનજી ઠાકોર સહિતને 4 જુલાઈએ નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. જે નોટિસને પ્રધાનજી ઠાકોરે મહેસાણા બોર્ડ ઓફ નોમિનિઝમાં દાવા અરજી દાખલ કરી પડકારી હતી.
બોર્ડ ઓફ નોમિનિઝે નોટિસનો અમલ ન કરાવવા તથા જેના આધારે નોટિસ અપાઈ છે તે ઠરાવોનો પણ અમલ ન કરાવવાનું કહીં 5મી ઓગસ્ટ સુધીનો હંગામી મનાઈ હુકમ ફરમાવતો આદેશ સોમવારે કર્યો હતો. ઉપરાંત મનાઈ હુકમ કાયમ કેમ ન કરવો તેનાં કારણો દર્શાવવા તથા દાવા અરજીનો જવાબ આપવા ડેરીના ઈન્ચાર્જ ચેરમેન તથા ઈન્ચાર્જ એમડીને 5મી ઓગસ્ટે સવારે 11-30 કલાકે હાજર રહેવા પણ હુકમ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો