તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસે મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુરમાં પાટીદારોને ટિકિટ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 9 ધારાસભ્યોને રિપીટ કરાયા છે. તો ધાનેરાના જોઇતાભાઇ પટેલ અને  કાંકરેજના ધારાસભ્ય ધારસી ખાનપુરાને ટિકિટ નથી આપી. તો બહુચરાજીમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલને ભાજપે  મોડી રાતે નામ જાહેર કરી દીધું છે.


કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં ખેરાલુમાં રામજી ઠાકોર, ઊંઝામાં આશાબેન પટેલ, વિસનગરમાં મહેશ પટેલ, બહુચરાજીમાં ભરત ઠાકોર, કડીમાં રમેશ ચાવડા, મહેસાણામાં જીવાભાઇ પટેલ, વિજાપુરમાં નાથા ભાઇ પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનને ધ્યાને લઇ મહેસાણા, વિસનગર, ઊંઝા અને વિજાપુરમાં પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે હવે મહેસાણા, ઊંઝા અને વિજાપુર બેઠક ઉપર બે પાટીદારો વચ્ચે જંગ જામશે. તો બહુચરાજીમાં પાટીદાર અને ઠાકોર વચ્ચે તો ખેરાલુમાં બંને ઠાકોર વચ્ચે રસાકસી જામશે. 


બનાસકાંઠાના વાવમાં ગેનીબેન ઠાકોર, ધાનેરામાં નાથાભાઇ પટેલ, દાંતામાં કાંતી ભાઇ ખરાડી, ડીસામાં ગોવાભાઇ રબારી, પાલનપુરમાં મહેશ પટેલ, કાંકરેજમાં દિનેશ ઝાલોરા, પાટણ બેઠક પર ર્ડા.કિરીટ પટેલ, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર બેઠક પર કમલેશ પટેલ, ખેડબ્રહ્મામાં અશ્વિન કોટવાલ, પ્રાંતિજમાં મહેન્દ્રસિંહ બારૈયા, જ્યારે અરવલ્લીના ભિલોડામાં અનિલ જોષિયારા, મોડાસામાં રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડમાં ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...