મહેસાણામાં ઠાકોર સમાજનું સંમેલન: કોંગ્રેસે ગરીબોને શિક્ષણથી વંચિત રાખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: કોંગ્રેસ એવું સમજતો હતો કે બક્ષીપંચ સમાજ, ગામડાનો ગરીબ સમાજ જો શિક્ષણ લેશે તો આપણી સાથે રહેશે નહીં એટલે શિક્ષણ માટે મહત્ત્વ આપ્યું નહીં, પણ હવે આપણે સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપીને, દીકરા-દીકરીને શિક્ષણ આપવું જ પડશે એમ ભાજપના રાજકીય આગેવાનોએ સમાજના લોકોને વ્યસનો છોડી, શિક્ષણ મેળવી આગળ વધવા હાકલ કરી હતી.

નવનિયુક્ત સરપંચો, ડેલીગેટો સહિતનું સન્માન

ભાજપ દ્વારા શનિવારે વડોસણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના મહાસંમેલનમાં જિલ્લામાં સમાજના નવનિયુક્ત સરપંચો, તાલુકા અને જિલ્લા ડેલીગેટો, નગરસેવકો તેમજ વિશેષ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ, વિધાનસભા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, સાંસદ લીલાધર વાઘેલા, સંસદિય સચિવ ભરતસિંહ ડાભી, નંદાજી ઠાકોર, પૂર્વ સાંસદ પૂંજાજી ઠાકોર, નટુજી ઠાકોર, અન્ન પુરવઠા નિગમના ડિરેક્ટર જુગલસિંહ ઠાકોર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિવિધ કલાકારોએ ડાયરો રજૂ કરી મનોરંજન કર્યું

કોંગ્રેસે સમાજ માટે કંઈ કર્યું નથી અને ભાજપ સરકારે સમાજના શૈક્ષણિક સંકુલ માટે જમીન આપવા સહિત સમાજ માટે ઘણું બધું કર્યું હોવાનું સમજાવી અગ્રણીઓએ સમાજને ભાજપ સાથે રહેવા પણ હાકલ કરી હતી. સમાજના વિવિધ કલાકારોએ ડાયરો રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું હતું.
 
ક્ષત્રિય ઠાકોર સમાજના મહાસંમેલનની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...