તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં ટિકિટની ટકટક વચ્ચે કોંગ્રેસ-ભાજપમાં ભડકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : ફોર્મ ભરવાના સોમવારે છેલ્લા દિવસે એકબાજુ સમર્થકો સાથે ઉમેદવારોની રેલીઓ નીકળી હતી, તો બીજી બાજુ ટિકિટ નહીં મળવાના કારણે નારાજ દાવેદારોએ ખુલ્લો બળવો પોકારી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં રાજકીય માહોલ ગરમાઇ ગયો હતો.

 

ભાજપમાં અોછો તો કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. વડગામમાં ઊનાકાંડ બાદ ચર્ચામાં આવેલા જીજ્ઞેશ મેવાણીએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી, જેના સમર્થનમાં કોંગ્રેસે કોઇને મેદાનમાં નહીં ઉતારતાં હોબાળો મચી ગયો હતો અને અન્ય બે દાવેદારોએ  અપક્ષ ઉમેદવારી કરી હતી. તો ચાણસ્મામાં મેન્ડેટ બદલાઇ જતાં દિનેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારી હતી. મહેસાણાના વિસનગર, ઊંઝા અને બહુચરાજીમાં મુખ્ય દાવેદારોનાં પત્તાં કપાઇ જતાં તેમણે પણ અપક્ષ ફોર્મ ભર્યા હતાં. ડીસામાં ઠાકોર સમાજને ટિકિટ નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મંત્રી શંકર ચૌધરી વિરોધી સૂત્રોચ્ચાર કરાયો હતો. કોંગ્રેસમાં અપેક્ષા કરતાં વધુ સ્થિતિ બગડતાં ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરી છે.

 

કોંગ્રેસમાં અહીં વકરી નારાજગી

 

- ઊંઝા પાલિકા પ્રમુખ મીનાબેનપટેલ (મિલન)એ અપક્ષ ઉમેદવારી કરી.
- વિસનગરમાં પૂર્વ મંત્રી કિરીટ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ નહીં મળતાં તેમણે પણ નારાજગી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી.
- ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે દાવેદાર મુકેશ દેસાઈને ટિકિટ નહીં અપાતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. 
- ઊંઝામાં આશાબેન પટેલને કોંગ્રેસની ટિકિટ ફાળવાતાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો. 
- દિયોદરમાં ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોરને કૉંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી.


આગળની સ્લાઇડ્સમાં વાંચો... સાંતલપુર તા.પં.ના પૂર્વ પ્રમુખની અપક્ષ ઉમેદવારી

અન્ય સમાચારો પણ છે...