તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દગાવાડીયા પંચાયતમાં કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: વિસનગર તાલુકાના દગાવાડીયા ગ્રામપંચાયતમાં મંગળવારે સવારે કોબ્રા પ્રજાતિનો સાપ દેખાતા દોડધામ મચી હતી. જો કે, સરપંચે દિવ્યભાસ્કરમાં સર્પ અંગે પ્રસિધ્ધ થયેલા ન્યૂઝમાંથી મહેસાણાના સેવ સ્નેક ગૃપના સભ્યનો સંપર્ક કરી 45 મિનિટની દોડધામ બાદ સાપનો રેસ્કયુ કરી ખેતર વિસ્તારમાં છોડી મુકાયો હતો.

દગાવાડીયા ગ્રામ પંચાયત મંગળવારે સવારે 10 કલાકે ખુલતાની સાથે કર્મચારીને કોબ્રા પ્રજાતિનો ઝેરી સાપ દેખાતા દોડધામ મચી ગઇ હતી. તે સમયે પંચાયતમાં હાજર સરપંચ પ્રકાશભાઇ ચૌધરીને વહેલી સવારે સર્પ અંગેના પ્રસિધ્ધ થયેલા ન્યૂઝ યાદ આવતાં તેઓએ તેમાંથી મહેસાણાના સેવ સ્નેક ગૃપના સભ્ય મૌલેશભાઇ દવેનો નંબર મેળવી તેમને કોબ્રા સાપ વિશે જણાવ્યું હતું. 

જેને લઇ મૌલેશભાઇ તાબડતોબ દગાવાડીયા પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને 5 ફૂટ લાંબો અને 4 કિલો વજની કોબ્રાને તિજારી નીચેથી  હેમખેમ બહાર કાઢી નજીકના ખેતર વિસ્તારમાં છોડી મુક્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો