મહેસાણના ગંજબજારમાં વિવાદાસ્પદ 10 દુકાનો જમીનદોસ્ત કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણ: મહેસાણા નગરપાલિકાએ મંગળવાબે બપોરે મહેસાણા ગંજબજારમાં આવેલા શાકમાર્કેટમાં સીડીની જગ્યા પર બનાવેલ 10 વિવાદાસ્પદ ગે.કા.દુકાનો પોલીસ બદોબસ્ત વચ્ચે જેસીબીની મદદથી તોડી પાડી હતી.નોધનીયછેકે, શરૂઆતમાં પાલિકાના સ્ટાફને જેસીબી સાથે ગંજબજારમાં પ્રવેશતા અટકાવાયો હતો પરંતુ કેટલીક ગરમાગરમી બાદ દુકાનો તોડવાની કાર્યવાહી કરાઇ છે.
મહેસાણા ગંજ બજારમાં શાક માર્કેટમાં આવેલી દુકાનો વચ્ચેની સીડીની જગ્યામાં 10 દુકાનો તાણીદેવાતા વિવાદ સર્જાયો હતો.
Paragraph Filter
- સીડીની જગ્યા પર બનાવેલ દુકાનો તોડી પડાઈ
- પોલીસ બદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરાયું
જેમાં અત્રે માર્કેટયાર્ડમાં પ્રો.કાંતિભાઇ અંબારામદાસ ના નામે વેપાર કરતા પરસોતમદાસ રામભાઇ પટેલે મહેસાણા પાલિકામાં લેખિત રજુઆત કરી શાકમાર્કેટમાં દાખલ થતા પૂર્વ બાજુના ખુણાની ખુલ્લી જમીનમાં વાહનપાર્કિગની જગ્યા પર ગેરકાયદેસર રીતે 10 દુકાનો બનાવાઇ હોવા સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.જે અંતર્ગત મંગળવારે બપોરે 1.30 કલાકે મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીતભાઇ પટેલ તેમના સ્ટાફ અને પોલીસ બદોબસ્ત વચ્ચે વિવાદાસ્પદ દુકાનો તોડવા ગંજબજાર ગયા હતા.જોકે, અહી હાજર વહિવટકર્તાએ જેસીબી સાથે તમામને અંદર પ્રવેશતા અટકાવતા મામલો ગરમાયો હતો.
- ત્રણ નોટીસો આપવા છતા દબાણ ન તોડતા કાર્યવાહી કરી

સીડીની જગ્યા પર બનાવેલી ગે.કા.10 દુકાનો તોડી નાખવા અગાઉ ત્રણ નોટીસો આપી હતી.જેમાં એપીએમસીના સત્તાધિશોએ એપીએમસીને બાંધકામ માટે મંજુરી લેવાની રહેતી ન હોવાનું કહીને દબાણ કરેલ દુકાનો દુર ન કરતા આખરે પાલિકાએ કાર્યવાહી કરવી પડી છે. નવનીતભાઇ પટેલ ,ચીફ ઓફિસર(મહેસાણા)
આગળની સ્લાઈડ્સમાં વાંચો, વિસનગરની વિઠ્ઠલપાર્ક સોસાયટીના રહીશોએ સ્વૈચ્છાએ દબાણો દૂર કર્યા...
અન્ય સમાચારો પણ છે...