તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ અને નોટબંધીએ ઉત્તર ગુજરાતના સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: 500 અને 1000ની નોટબંધી અને તેના વિરોધમાં બંધની જાહેરાત પછી સોશિયલ મીડિયામાં વૈચારિક વૈવિધ્ય,તર્કશક્તિ અને સેન્સ ઓફ હ્યુમરથી ભરપૂર મેસેજીસે ધૂમ મચાવી હતી.અહીંયા પણ મોદી તરફી અને મોદી વિરોધી એમ સ્પષ્ટ બે ભાગ પડી ગયા હતા. કેટલાકે દુધ,દહી બંન્નેમાં પગ રાખી સંતુલન રાખવાના પણ પ્રયાસો કર્યા હતા.અહી આવા કેટલાક મેસેજ જોઇએ...
- બંધની જરૂર જ ક્યાં છે,કમી પછી બધુ બંધ જ છે ને
- રાહુલ હજુ પરેશાન છે,ભારત બંધ કરવા એવડુ મોટુ તાળુ લાવીશુ ક્યાંથી ?
- બંધને મારો સંપૂર્ણ ટેકો...મારૂ પણ રૂા.100નું બંધ
- જનતા તોફાન કરે અને નેતા શાંતિની અપીલ કરે એવુ તો ઘણીવાર જોયુ છે પણ નેતાઓ તોફાન કરે ને જનતા શાંતિની અપીલ કરે એવુ પહેલીવાર જોયુ.
દેશમાં રહેવુ હોય તો રૂ. 2.50 લાખનો હિસાબ આપો, નહિ તો 9000 કરોડ લઇને દેશ છોડી દો

- નવી ધમકી : ઉભો રે,તારા ખાતામાં હમણાં 4 લાખ નાંખુ છું.

- બેંક કર્મીની પત્ની કહે,ઉઠો..જુઓ મારા મમ્મી,પપ્પા આવ્યા છે.
બેંકકર્મી(જાગીને) : એને કહો..એક પછી એક લાઇનમાં આવે.

- રામરાજ્ય જેવો અનુભવ થાય છે.કોઇ લૂંટતુ નથી,ચોરતુ નથી.જેની પાસે માંગતા તે સામેથી આપી જાય છે,આપીએ તો તે લેતા નથી.

- એક જમાનામાં અમેરિકાના વિઝા માટે બેંક બેલેન્સ બતાવવા માગી ભીખીને નાણા લાવવા પડતા,અત્યારે કોઇપણની પાસબુક જુએ તો ટ્રમ્પ જાતે વિઝા પર સિક્કો મારી આપે.

- પત્રકાર:બજારમાં મંદી છે,લોકો મરે છે,સરકાર શુ કરે છે ?
જેટલી:કામ કરે છે.અમારા પીએમ પરમ દિવસે રડ્યા,આજે રડ્યા,કાલે ફરી રડશે.

- સાધુ સંતો કહે છે,ધન દૈાલત અહીં રહી જશે,આપણે ચાલ્યા જઇશુ.
આ તો આપણે રહી ગયાને ધન દૈાલત ચાલતી થઇ ગઇ.

- અંતરિક્ષમાંથી જોયુ તો...ચીનની દિવાલ બીજા નંબરે, ભારતમાં લાઇનો પહેલા નંબરે હતી.
અન્ય સમાચારો પણ છે...